ETV Bharat / state

ભાજપ કોર્પોરેટરની દાદાગીરી સામે આવતા, પોલીસ ફરિયાદ નોંધાઇ

author img

By

Published : Sep 19, 2022, 12:05 PM IST

નરોડા(naroda) ના કોર્પોરેટર સોમા ઉર્ફે વિપુલ પટેલ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ના મહિલા ડોકટર ને મોઢું પકડી પાણી પીવડાવવામાં આવતા(corporator who misbehaved with a female doctor) મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.

મહિલા ડોક્ટર સાથે અસભ્ય વર્તન કરતા કોર્પોરેટર ની પોલીસ ફરિયાદ નોંધાઇ
મહિલા ડોક્ટર સાથે અસભ્ય વર્તન કરતા કોર્પોરેટર ની પોલીસ ફરિયાદ નોંધાઇ

અમદાવાદ- નરોડા(naroda) ના કોર્પોરેટર સોમા ઉર્ફે વિપુલ પટેલ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ના મહિલા ડોકટર ને મોઢું પકડી પાણી પીવડાવવામાં આવતા(corporator who misbehaved with a female doctor) મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. મહિલાની અરજી લીધા બાદ હવે એટરોસિટી એક્ટ અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે. (complaint was registered against a corporator)

મહિલા ડોક્ટર સાથે અસભ્ય વર્તન કરતા કોર્પોરેટર ની પોલીસ ફરિયાદ નોંધાઇ

મહિલાને ખરાબ શબ્દો બોલી બોલાચાલી કરી- અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતી મેડિકલ ઓફિસર બે દિવસ પહેલા હેલ્થ સેન્ટર ઉપર આવી હતી. ત્યારે કોર્પોરેટર સોમ પટેલ તેની સાથે અન્ય લોકોને લઈને આવ્યા હતા, અને બાદમાં અમારા ઓળખીતા લોકો આવ્યા તે લોકોને જવાબ અપાતો નથી, અને રિપોર્ટ બપોરે મળશે તેમ કહી બેસાડી રાખ્યા હોવાનો તેઓ આક્ષેપ કરી બબાલ શરૂ કરી હતી. કોર્પોરેટરે મહિલાને ખરાબ શબ્દો બોલી બોલાચાલી કરી હતી, અને ત્યાં જ થોડીક જ મિનિટોમાં બોડો દરબાર નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને યોગ્ય સારવાર નથી કરતા તેમ કહી બબાલ કરવા લાગ્યો હતો.

પોલીસે ફરિયાદ નોંધી - આ દરમિયાન મહિલાને ધક્કો વાગતા તે નીચે પડી જતા બાજુની ઓફિસમાં તેને બેસાડવામાં આવી હતી, ત્યારે કોર્પોરેટર અને બોડો દરબાર ત્યાં આવ્યા હતા અને પર્સનલ કામ છે તેમ કહી સ્ટાફને બહાર કાઢી મુક્યો હતો. બાદમાં સોમ પટેલે અચાનક આ મહિલાનું મોઢું પકડી જબરજસ્તીથી બોટલમાંથી ગંદુ પાણી પીવડાવી ધમકી આપી હતી, કે આ મેટર અહીંયા પતાવી દેવાની છે. બધાની માફી લઈ લેવાની તેવી ધમકી આપી, અસભ્ય વર્તન કરી જાતિ વિષયક શબ્દો બોલવા લાગ્યા હતા. કોર્પોરેટરની આ દાદાગીરી ના કારણે મહિલા મેડિકલ ઓફિસરની સાથે તેનો સ્ટાફ પણ રોષે ભરાયો હતો. જે અંગે હવે પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર બાબતની તપાસ શરૂ કરી છે.

પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ - પહેલા તો મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ત્યારબાદ કોર્પોરેટર એ કરેલી ગંદી હરકત મામલે કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના નેતાઓ વચ્ચે મુલાકાત પણ થઈ, અને ચર્ચાઓ પણ થઈ હતી. જે બાદ હવે નરોડા પોલીસે સોમ પટેલ, બોડો દરબાર સહિતના પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સમગ્ર મામલાની તપાસ હાલ SCST ને સોંપાઈ- વધુ એક કોર્પોરેટરની દાદાગીરીનો મામલો સામે આવ્યા બાદ જોવાનુ એ રહેશે કે મહિલા સામે દબંગાઈ કરનાર કોર્પોરેટર સામે પક્ષ તરફથી શું કાર્યવાહી થાય છે. જોકે સમગ્ર મામલાની તપાસ હાલ SCST ને સોપાયા બાદ સ્થાનિક પોલીસ ઓન રાજકારણનો ભોગ બનતા બચી ગઈ હોવાથી રાહતનો દમ લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.