ETV Bharat / state

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ

author img

By

Published : May 5, 2021, 1:17 PM IST

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ

ગુજરાતમાં કોરોનાના કેસમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. કોરોનાના સમયમાં જ્યાં ગુજરાત સરકારે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી માસ પ્રમોશન કરવા ગુજરાત વાલી મંડળે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

  • ગુજરાત વાલી મંડળે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી
  • બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી માસ પ્રમોશન આપવાની માંગણી
  • ગુજરાતમાં ધોરણ 10ના 12થી 13 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમદાવાદ : કોરોનાના સમયમાં જ્યાં ગુજરાત સરકારે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી માસ પ્રમોશન કરવા ગુજરાત વાલી મંડળે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. અન્ય રાજ્યોમાં પણ બોર્ડની પરીક્ષા કેન્સલ થઇ હોવાની રજૂઆત અરજીમાં કરવામાં આવી છે.

ધોરણ 10ના 12થી 13 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મીડિયા સાથેની વાતચીતમાં વાલી મંડળના પ્રેસિડેન્ટ નરેશ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ 10ના 12થી 13 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભારતમાં કેટલાય રાજ્યોએ પરીક્ષા સસ્પેન્ડ અથવા તો મોકૂફ રાખી છે. આ સ્થિતિને જોઈ રાજ્યભરમાંથી વાલીઓએ અમારો સંપર્ક કર્યો અને પરીક્ષા રદ્દ થાય તે માટેની ચર્ચા થઇ છે. રાજ્ય સરકારે આ મુદ્દે કોઈ નિર્ણય ન લેતા હવે અમારે ગુજરાત હાઇકોર્ટના શરણે થવું પડ્યું છે.

બોર્ડની પરીક્ષા રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ

આ પણ વાંચો : ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ: વાલી

CBSC સહિત 7 રાજ્યોએ ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરી
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે, દેશના 7 રાજ્યોએ ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરી છે. જેમાં હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, નવી દિલ્હી, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે. આ ઉપરાંત CBSC અને ICSCએ પણ કોરોનાની પરિસ્થિતિને જોતા પરીક્ષા રદ કરી છે. ગુજરાતમાં કોરોનાને નાથવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં કેસ ઘણા વધી રહ્યા છે.
આ પણ વાંચો : બોર્ડની પરીક્ષા નજીક હોવાથી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો
બોર્ડ પરીક્ષા યોજાશે તો શાળાઓ અને તેની આસપાસ ભીડ ભેગી થશે
પિટિશનરે અરજીમાં રજૂઆત કરી છે કે, જો ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાશે તો, પરીક્ષાના દિવસે માત્ર વિદ્યાર્થીઓ જ નહિ પણ શિક્ષકો, વાલીઓ પણ શાળાએ આવશે. શાળાઓ અને તેની આસપાસ ભીડ ભેગી થશે. એટલે હિતાવહ છે કે, ધોરણ 10ની પરીક્ષાને રદ્દ કરવામાં આવે. CBSC દ્વારા વિદ્યાર્થીઓના પાછલા પરફોર્મન્સના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.