ETV Bharat / state

Congress Corporators Resigned : AMCના વિપક્ષ નેતાનું નામ નક્કી થવાના આરે જ સર્જાયું ઘમાસાણ, 10 કોંગ્રેસ કોર્પોરેટરનું રાજીનામું

author img

By

Published : Jan 10, 2022, 7:48 AM IST

AMC Leader of Opposition : AMCના વિપક્ષ નેતાનું નામ નક્કી થવાના આરે જ સર્જાયું ઘમાસાણ, 10 કોંગ્રેસ કોર્પોરેટરનું રાજીનામું
AMC Leader of Opposition : AMCના વિપક્ષ નેતાનું નામ નક્કી થવાના આરે જ સર્જાયું ઘમાસાણ, 10 કોંગ્રેસ કોર્પોરેટરનું રાજીનામું

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હજુ સુધી વિપક્ષના નેતાની નિમણુંક થઈ નથી. શહેજાદખાન પઠાણનું વિપક્ષના નેતા(AMC Leader of Opposition) બનવાનું નક્કી થવાની વાત સામે આવતા જ શહેઝાદ વિરોધી બીજું જૂથ મેદાનમાં ઉતર્યું છે. જેને લઈને 10એ રાજીનામા આપી દીધા છે.

અમદાવાદઃ મહાનગરપાલિકામાં(AMC Leader of Opposition) વિપક્ષ પક્ષ તરીકે શહેજાદ ખાન પઠાણની પસંદગી નક્કી માનવામાં આવતા કોંગ્રેસના અન્ય નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે શહેરના 10થી વધુ કોર્પોરેટરો કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હાજરીમાં રાજીનામાં આપી દીધા છે. કુલ 24 કોર્પોરેટરમાંથી 10થી વધુ કોર્પોરેટરોએ રાજીનામા(Resignation of the Corporator in AMC) આપ્યા છે.

કોંગ્રેસના 14 કાઉન્સિલરોમાંથી 10થી વધુ લોકોએ રાજીનામું આપ્યું

તમામ કોર્પોરેટર અને નેતાઓને સાંભળ્યા છે : સિનિયર નેતા

સિનિયર નેતા સીજે ચાવડાએ જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા બનાવવા માટે કોઈને મેન્ડેટ આપવામાં આવ્યું નથી કે નામ નક્કી કરવામાં આવ્યું નથી. શહેરના નેતા, કાઉન્સિલરો વગેરેને અમે સાંભળ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

10થી વધુ કોર્પોરેટરે ધરી દીધું રાજીનામુ

જોકે છેલ્લા એક વર્ષથી AMCમાં વિપક્ષના નેતા(Congress Leader in AMC) બનાવવા મામલે ભારે મથામણ ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા કોંગ્રેસ કાઉન્સિલર વચ્ચે બે ગ્રુપ પડી ગયા હતા. બન્ને ગ્રુપ એક બીજાની આમને સામને આવી ગયા અને વિપક્ષ પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું છે. શહેઝાદ ખાન પઠાણ નામ ચર્ચા થતા એક જૂથ નારાજ જોવા મળી રહ્યું હતું. ત્યારે કોંગ્રેસના 14 કાઉન્સિલરોમાંથી 10થી વધુ લોકોએ રાજીનામું આપી દીધું છે.

કોણ કોણે રાજીનામુ ધર્યું

કમળાબેન ચાવડા, નીરવ બક્ષી, રાજશ્રી કેસરી, ઇકબાલ શેખ, હાજી મિર્જા, તસનીમ તિર્મિઝી, જમના વેગડા, માધુરી કલાપી, કામિનીબેન ઝા, ઇકબાલ શેખ.

મહિલા કોર્પોરેટરોએ સોશિયલ મીડિયામાં લખ્યું "લડકી હું, લડ શક્તિ હું"

રાજીનામા બાદ કોંગ્રેસની મહિલા કોર્પોરેટરો(Women Corporators of Congress in AMC) આકરા મૂડમાં જોવા મળી રહી છે. મહિલા કોર્પોરેટરોએ પોતાના પક્ષમાં ઝૂંબેશ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર 'લડકી હું, લડ શક્તિ હું'ના નારા સાથે પોસ્ટ મૂકી વિરોધ(Women Corporators Protest in Ahmedabad) વ્યકત કર્યો છે. પ્રિયંકા ગાંધીએ યુપીમાં 'લડકી હું, લડ શક્તિ હું' અભિયાન શરૂ કર્યું હતું. ત્યારે આ વખતે કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોની(Women Corporator in Ahmedabad) માંગ છે કે AMC વિપક્ષ નેતાના પદ માટે આ વખતે મહિલાઓને સ્થાન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વિપક્ષ પદે દાણીલમડા કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણનું નામ નક્કી માનવામાં આવતા થયું ઘમાસાણ

અમદાવાદ શહેરના દાણલીમડા વિસ્તારમાં શહેઝાદ ખાન પઠાણ ત્રીજી વાર કોર્પોરેટર પદે ચૂંટાઈ આવ્યા હતા. તો AMC વિપક્ષ નેતા તરીકે અમદાવાદના ચાર નેતાઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યું હતું. તો AMC વિપક્ષના નેતા તરીકે દાણીલમડા કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણનું નામ નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાના ભરડાથી સરકાર ચિંતિત, આરોગ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળી બેઠક

આ પણ વાંચોઃ Makar Sankranti 2022: ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.