ETV Bharat / sports

Tokyo Olympics: આવો નજર કરીએ 7માં દિવસે ભારતના પ્રદર્શન પર

author img

By

Published : Jul 29, 2021, 7:57 PM IST

Tokyo Olympics: આવો નજર કરીએ 7માં દિવસે ભારતના પ્રદર્શન પર
Tokyo Olympics: આવો નજર કરીએ 7માં દિવસે ભારતના પ્રદર્શન પર

ભારત ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)માં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા તરફ આગળ વધી રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિક્સ 2020ના 7 માં દિવસે ભારતના ખાતામાં મેડલ છે. જો કે, તેમાં વધારો થવાની ઉમ્મીદ છે, કારણ કે, બેડમિંટન, બોક્સિંગ, આર્ચરી અને હોકીમાં ભારતીય રમતવીરોના પ્રદર્શનથી મેડલ જીતવાની આશા ઉભી થઈ છે.

  • ટોક્યો ઓલિમ્પિકનો સાતમો દિવસ એકંદરે ભારત માટે સારો રહ્યો
  • પીવી સિંધુએ બેડમિંટનમાં સતત ત્રીજી જીત નોંધાવી
  • ભારતીય ચાહકોની મેડલની આશાને મોટો ઝટકો લાગ્યો છે

હૈદરાબાદ: ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)નો સાતમો દિવસ એકંદરે ભારત માટે સારો રહ્યો, પરંતુ બોક્સિંગમાં એમસી મેરી કોમના બાકાત રહેવાના કારણે ભારતીય ચાહકોની મેડલની આશાને મોટો ઝટકો લાગ્યો છે. પીવી સિંધુએ બેડમિંટનમાં સતત ત્રીજી જીત નોંધાવી અને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી.

આ પણ વાંચો- Tokyo Olympics 2020, day 7: મનુ 25 મીટર પિસ્ટલને પ્રિસેસન રાઉંડમાં 5માં અને રાહી 25માં સ્થાન રહી

આવો નજર કરીએ સાતમાં દિવસના ભારતના પ્રદર્શન પર

તીરંદાજી: પુરુષોની વ્યક્તિગત ઇવેન્ટમાં ભારતના અતનુ દાસે 16માં રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. 64માં રાઉન્ડમાં ચીની તાઈપેના યુ-ચેંગ ડેંગને 6-4થી હરાવ્યા બાદ અતનુએ રાઉન્ડ ઓફ 32માં 2012 લંડન ઓલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ઓહ જિન-હયેકને 6-5થી હરાવ્યો હતો.

બેડમિંટન: મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ 16માં રાઉન્ડમાં ડેનમાર્કની મિયા બ્લિકફેલ્ટને 21-15, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. જ્યાં તેનો મુકાબલો જાપાનની અકાને યામાગુચી સામે થશે.

બોક્સિંગ: પુરુષોના સુપર હેવીવેઇટમાં ભારતનો સતીષ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. 16માં રાઉન્ડમાં, સતિષે જમૈકાના રિકાર્ડો બ્રાઉનને 4-1થી હરાવ્યો હતો. મહિલા ફ્લાઇટવેઇટના 16માં રાઉન્ડમાં એમસી મેરી કોમને કોલમ્બિયાની ઇંગ્રિટ વેલેન્સિયાએ 3-2થી પરાજિત કરી અને ભારતને વધુ એક ચંદ્રકની આશા સમાપ્ત થઇ ગઇ.

આ પણ વાંચો- Tokyo Olympics 2020 Day 7 : 29 જુલાઇનો ભારતનો કાર્યક્રમ

ગોલ્ફ: પુરુષ સ્ટ્રોક રમતના રાઉન્ડ 1માં ભારતનો અનિર્બન લાહિરી 8 માં અને ઉદયન માને 60 માં ક્રમે રહ્યા છે.

હોકી: પુરુષ હોકીમાં ભારતીય ટીમે ગ્રુપ એમાં અર્જેટીનાને 3-1થી હરાવ્યો અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો.

રોઇંગ: ભારતના અર્જુન સિંહ અને અરવિંદ સિંહ પુરૂષોના લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં 11માં ક્રમે છે.

સેલિંગ: ભારતના વિષ્ણુ સર્વાનન પુરૂષ લેઝર ઇવેન્ટની સાતમી દોડમાં 27 માં અને આઠમી દોડમાં 23 માં ક્રમે રહ્યા છે. નેત્રા કુમાનન મહિલા લેસર રેડિયલની સાતમી દોડમાં 22 માં અને આઠમી સ્પર્ધામાં 20માં ક્રમે આવ્યા છે. 8 રેસ પછી વિષ્ણુ સર્વાનનો રેન્ક 23 અને નેત્ર કુમાનનનો રેન્ક 31 છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.