ETV Bharat / sports

Tokyo Olympics 2020: કંઈક આવો હશે 7 ઓગસ્ટનો શેડ્યૂલ, શાનદાર અંતની આહ્લાદક તક

author img

By

Published : Aug 6, 2021, 9:54 PM IST

ટોક્યો ઓલિમ્પિક્સ 2020
ટોક્યો ઓલિમ્પિક્સ 2020

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં 7 ઓગસ્ટના રોજ ભારતીય ટીમના ખેલાડીઓ ત્રણ અલગ અલગ સ્પોર્ટ્સના 3 જુદા જુદા ઈવેન્ટમાં એક્શનમાં જોવા મળશે. એવામાં સૌથી ખાસ વાત એ છે કે, આ ત્રણેય ઈવેન્ટમાં ભારત પાસે મેડલ જીતીને ટોક્યો ઓલિમ્પિક્સનો શાનદાર અંત કરવાની આહ્લાદક તક છે.

  • શનિવારે ટોક્યો ઓલિમ્પિક્સનો અંતિમ દિવસ
  • ભારતીય ખેલાડીઓ પાસે 3 પદક મેળવવાની આશા
  • ગોલ્ફ, કુશ્તી અને જેવેલિન થ્રોમાં જીતી શકાય તેમ છે મેડલ

ન્યૂઝ ડેસ્ક: ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો 15મો દિવસ ભારત માટે નિરાશાજનક રહ્યો. કુશ્તીબાજ બજરંગ પૂનિયા ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયા છે. જ્યારે ગોલ્ફર અદિતિ અશોકે પણ ગોલ્ફમાં ગોલ્ડ મેડલની આશા જગાવી છે. આ સિવાય જેવેલિન થ્રોમાં પણ ભારત vs પાકિસ્તાન જોવા મળશે.

7 ઓગસ્ટનો ભારતીય ખેલાડીઓનો શેડ્યૂલ

  • એથ્લેટિક્સ:

મેન્સ જેવેલિન થ્રો ફાઈનલ: નીરજ ચોપડા- 4:30 PM

  • ગોલ્ફ:

વુમેન્સ રાઉન્ડ 4: દીક્ષા ડાગર- 7:47AM

વુમેન્સ રાઉન્ડ 4: અદિતિ અશોક- 8:18AM

  • કુશ્તી:

મેન્સ ફ્રી સ્ટાઈલ 65kg (બ્રોન્ઝ મેડલ માટે)- બજરંગ પૂનિયા- 3:15PM

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.