Tokyo Olympics 2020 : ભારતીય પુરૂષ હોકી ટીમે જાપાનને 5-3થી હરાવી

author img

By

Published : Jul 30, 2021, 5:40 PM IST

Tokyo Olympics 2020

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતની પુરૂષ હોકી ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન આપ્યું છે. પૂલ Aની અંતિમ મેચમાં જાપાનને 5-3થી હરાવી છે.

  • ભારતીય પુરુષ હોકી ટીમનો અદભુત વિજય
  • હોકી ટીમે પૂલ Aની અંતિમ મેચમાં જાપાનને હરાવી
  • ભારતીય પુરુષ હોકી ટીમ કુલ 5માંથી 4 મેચો જીતી

ન્યૂઝ ડેસ્ક : ટોક્યો ઓલિમ્પિક્સના 8માં દિવસે ભારત માટે વધુ એક મેડલ પાક્કો થયો છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેને 69 કિલો વર્ગમાં સેમિફાઈનલ્સમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. જ્યારે ભારતીય પુરૂષ હોકી ટીમે જાપાનને 5-3થી હરાવીને મેડલ માટે એક ડગલું આગળ વધી છે. આ સિવાય બેડમિન્ટન પ્લેયર પી. વી. સિંધૂ મેડલ મેળવવાથી માત્ર 1 કદમ દૂર છે.

અત્યાર સુધી માત્ર એક હારનો સામનો કરવો પડ્યો

ભારતીય પુરૂષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સના ગૃપ સ્ટેજમાં શાનદાર પર્ફોમન્સ દેખાડ્યું છે. પૂલ Aના અંતિમ મેચમાં ટીમે જાપાનને 5-3થી હરાવી છે. ભારતની આ ચોથી જીત છે. ભારતીય ટીમની આ ચોથી જીત છે. અત્યાર સુધી ભારતે સ્પેન, ન્યૂઝીલેન્ડ અને આર્જેન્ટિનાને માત આપી છે. ભારતને અત્યાર સુધી માત્ર ઓસ્ટ્રેલિયાના હાથે 1-7થી હારનો સામનો કરવો પડ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.