ETV Bharat / sports

રાફેલ નડાલે કોરોના વાઈરસને લઈ US ઓપનમાંથી નામ પરત ખેચ્યું

author img

By

Published : Aug 5, 2020, 2:07 PM IST

Rafael Nadal
Rafael Nadal

રાફેલ નડાલે કહ્યું કે, દુનિયાભરમાં સ્થિતિ ખુબ જટીલ છે. COVID-19ના કેસ વધી રહ્યાં છે. એવું લાગી રહ્યું છે કે, અમારી પાસે હજુ કોરોના વાઈરસને નિયંત્રણ કરવાનો કોઈ વિકલ્પ નથી.

ન્યૂયૉર્ક: યુએસ ઓપનના ડિફેન્ડિંગ ચેમ્પિયન રાફેલ નડાલે કોરોના વાઈરસની મહામારીને કારણે યૂએસ ઓપનમાંથી પોતાનું નામ પરત ખેચ્યું છે. તેમણે રોજર ફેડરરના ગ્રાન્ડ સ્લૈમ ટૈલીનો પાછળ છોડી દેવાના પોતાના દાવાઓને પણ બ્રેક આપી છે. નડાલે કહ્યું કે, દુનિયાભરમાં સ્થિતિ ખુબ જટિલ છે. COVID-19ના કેસ દિનપ્રતિદિન વધી રહ્યામ છે. એવું લાગી રહ્યું છે કે, અમારી પાસે કોરોના વાઈરસને નિંયત્રણીત કરવાનો કોઈ ઉકેલ નથી.

રાફેલ નડાલ
રાફેલ નડાલ

સ્પેનના 34 વર્ષીય ખેલાડી નડાલે ન્યૂયૉર્કમાં 31 ઓગ્સ્ટથી શરુ થનારી ટૂનામેન્ટને લઈ નડાલે કહ્યું કે, હું આવું કરવા માંગતો ન હતો, પરંતુ કોરોનાની મહામારીને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. સ્પેન ઓપન ટૂર્નામેન્ટના નિર્દેશક સ્ટેસી એલાસ્ટરે કહ્યું કે, રાફેલ અમારી રમતમાં સૌથી મહાન ચેમ્પિયનમાંથી એક છે. જે અમે તેમના નિર્ણયને સમર્થન આપીએ છીએ. તમને જણાવી દઈએ કે, આ પહેલા ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ નંબર વન ખેલાડી એશલી બાર્ટીએ પહેલા જાહેરાત કરી હતી કે, હું યૂએસ ઓપન રમશે નહીં. આ સિવાય નિક કિર્ગિયોસે પણ ન્યૂયોર્ક ટૂનામેન્ટમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો..World No.1 એશલી બાર્ટી કોવિડ-19ના કારણે US Openથી દૂર થઈ

યુએસ ટેનિસ એસોશિએસનની પ્રવેશ સૂચિ મંગળવારે જાહેર કરવામાં આવી હતી, જ્યાં તેમણે 2019ની મહિલા ચેમ્પિયન બિયાંક એન્ડ્રીસ્કૂનું નામ આપ્યું અને રમત શરુ થયા પહેલા જે ખેલાડી તેમનું નામ પાછું ખેચવા માંગે છે. આ દરમિયાન એસોસિએશને નડાલનું નામ લીઘું નથી. COVID-19ના પ્રકોપને લઈ માર્ચથી પેશેવર ટેનિસ બંધ છે.

રાફેલ નડાલ
રાફેલ નડાલ

અમેરિકી ઓપનથી દૂર થવાથી નડાલનો નિર્ણય મૈડ્રિડ ઓપન રદ્દ થયાના તરત જ સામે આવ્યો છે. જે સપ્ટેમ્બરમાં રમાવાની હતી, પરંતુ કોરોના વાઈરસને લઈ રદ્દ કરાઈ હતી. નડાલે ટ્વિટર પર લખ્યું કે, આપણે જાણીએ છીએ કે, 4 મહિના સુધી કોઈ ટેનિસ ન રમાવાથી વર્ષ ખુબ ખરાબ જઈ રહ્યું છે. હું આપ સૌના પ્રયાસના વખાર્ણ કરું છુ અને ધન્યવાદ આપું છું. આ વર્ષ રોજર ફેડરર પણ યૂએસ ઓપનથી દૂર રહેશે તેમનું કારણ કોરોના કારણે નહી પરંતુ તેમના ધુંટણનું ઓપરેશન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.