ETV Bharat / sports

કોરોનાની ટેનિસ પર અસર, નડાલે કહ્યું- જરૂરી હશે તો જોકોવિચ રણ રસી લે

author img

By

Published : May 9, 2020, 8:01 PM IST

nadal-say-djokovic-will-need-vaccine-if-required-by-the-tour
કોરોનાની ટેનિસ પર અસર, નડાલે કહ્યું- જરૂરી હશે તો જોકોવિચ રણ રસી લે

ટેનિસના દિગ્ગજ ખેલાડી રાફેલ નડાલે જણાવ્યું કે, જો રમતનું સંચાલન કરનારી સંસ્થા ખેલાડીઓ માટે કોરોના વાઇરસની રસી જરૂરી બનાવે છે, તો નોવાક જોકોવિચે નિયમનું પાલન કરી રસી દેવી પડશે.

મેડ્રિડ: વિશ્વના નંબર-1 પુરૂષ ટેનિસ ખેલાડી અને સર્બિયાના નોવાક જોકોવિચે તાજેતરમાં કહ્યું હતું કે, મુસાફરી માટે ફરજિયાત હોવા છતાં પણ હું કોરોના વાઇરસની રસી નહીં લઉ. જો કે, બાદમાં આ નિવેદન પર કહ્યું હતું કે, હું મારા આ શબ્દો પર ફરીથી વિચાર કરવા તૈયાર છું.

નોવાક જોકોવિચે કહ્યું કે, હું વ્યક્તિગત રીતે રસીકરણનો વિરોધ કરું છું, હું કોઈને પણ મુસાફરી દરમિયાન રસી દેવા માટે દબાણ ન કરી શકું, પરંતુ જો રસી લેવી ફરજિયાત હોય તો હું વિચારીશ. આ મારા પોતાના વિચારો છે, મને ખબર નથી કે, આ વિચારો કોઈપણ સમયે બદલાઈ શકે છે. ધારો કે જુલાઈ, ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં રમત શરૂ થશે, તો હું સમજું છું કે રસી લેવી ફરજિયાત થઈ જશે, પરંતુ મેં હજી સુધી કોઈ રસી લીધી નથી.

જોકોવિચના આ વિચાર પર ટેનિસના દિગ્ગજ ખેલાડી રાફેલ નડાલે કહ્યું કે, જોકોવિચ સહિતના તમામ ખેલાડીઓએ નિયમોનું પાલન કરવું જ જોઇએ. કોઈની સાથે દાદાગીરી ન થવી જોઈએ અને દરેકને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે, પરંતુ દરેક ખેલાડીએ ટેનિસ અધિકારીઓ દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવું પડશે. આ દરેકના બચાવ માટે હશે.

નડાલે કહ્યું કે, જો જોકોવિચ ટોચના સ્તર પર રમવાનું ચાલુ રાખવા માંગે છે, તો રસી લેવી પડશે. મારા માટે પણ એવું જ થશે. દરેક વ્યક્તિએ નિયમોનું પાલન કરવું પડશે. જો કે, કોરોના વાઈરસની રસી હજી સુધી લોકો માટે ઉપલબ્ધ થઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.