ETV Bharat / sports

પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં સાઇના, પ્રણય અને કશ્યપ બહાર

author img

By

Published : Oct 21, 2021, 8:58 PM IST

સિંધુ(PV Sindhu)એ એક કલાક અને સાત મિનિટ સુધી ચાલેલી મેચમાં થાઈલેન્ડ(Thailand)ની બુસાનાન ઓંગબામરુંગફનને 21-16, 12-21, 21-15થી હરાવી.

પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં સાઇના, પ્રણય અને કશ્યપ બહાર
પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં સાઇના, પ્રણય અને કશ્યપ બહાર

  • પીવી સિંધુએ થાઈલેન્ડની બુસાનાન હરાવી
  • પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
  • સાઇના નેહવાલને હારનો સામનો કરવો પડ્યો હતો

ડેસ્ક ન્યુઝ: ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ(PV Sindhu)એ ગુરુવારે ડેનમાર્ક ઓપનની ક્વાર્ટર ફાઇનલ(Quarter finals)માં પ્રવેશ કર્યો છે. સિંધુએ એક કલાક અને સાત મિનિટ સુધી ચાલેલી મેચમાં થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફનને 21-16, 12-21, 21-15થી હરાવી હતી. બીજી બાજુ, યુવાન લક્ષ્ય સેને બુધવારે ડેનમાર્ક ઓપન સુપર 1000 બેડમિન્ટન ટુર્નામેન્ટ(Badminton Tournament)ના બીજા રાઉન્ડમાં પહોંચવા માટે સાથી ભારતીય સૌરભ વર્માને હરાવ્યો હતો. પરંતુ સાઇના નેહવાલ(Saina Nehwal)ને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ગત રવિવારે ડચ ઓપનના રનર અપ લક્ષ્યએ એકતરફી મેચમાં રાષ્ટ્રીય ચેમ્પિયન સૌરભ(National champion Saurabh)ને 26 મિનિટમાં 21-9 21-7થી હરાવ્યો હતો.

અલ્મોડાના 20 વર્ષીય લક્ષ્ય ફાઇનલ ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા

અલ્મોડાના 20 વર્ષીય લક્ષ્ય, જે ટ્રાયલ્સમાં માત્ર એક જ મેચ હાર્યા બાદ સુદીરમન કપ અને થોમસ કપ(Sudirman Cup and Thomas Cup)ફાઇનલ ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતો, તેઓ આગામી રાઉન્ડમાં ડેન્માર્કના બીજા ક્રમાંકિત અને ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર એક્સેલસેન સામે ટકરાશે. તેમજ લંડન ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના, જે જંઘામૂળની ઇજાને કારણે ઉબેર કપની ફાઇનલ મેચમાંથી બહાર નીકળી ગઇ હતી, તેને પ્રથમ રાઉન્ડમાં જાપાનની વિશ્વની નંબર 20 આયા ઓહોરીએ 21-16 21-14થી હરાવી હતી.

ટોપ 10માં સ્થાન મેળવનાર એચએસ પ્રણોય સ્પર્ધામાંથી બહાર

ટોપ 10માં સ્થાન મેળવનાર એચએસ પ્રણોય(HS Pranoy) પણ ઇન્ડોનેશિયાના છઠ્ઠા ક્રમાંકિત જોનાથન ક્રિસ્ટી સામે 18-21 19-21થી સીધી ગેમમાં હારીને સ્પર્ધામાંથી બહાર નીકળી ગયો. 2014 કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન પારુપલ્લી કશ્યપ ચાઇનીઝ તાઇપેઇના ચોથા ક્રમાંકિત ચૌ તિએન ચેન સામે 0-3થી ગયા બાદ મેચમાંથી ખસી ગયો હતો. ભારતના ડબલ્સના ખેલાડીઓ પણ નિરાશ થયા અને સાત્વિકસાઈરાજ રંકિરેડ્ડી અને અશ્વિની પોનપ્પા સિવાય કોઈ પણ વિરોધી જોડીનો સામનો કરી શક્યું નહીં.

સાત્વિક અને અશ્વિનીએ પણ પડકારનો સામનો કરવો પડ્યો

સાત્વિક અને અશ્વિની(Satvik and Ashwini)એ પણ મિશ્ર ડબલ્સમાં ચીની જોડી ફેંગ યાન ઝી અને ડુ યુઇ સામે 17-21 21-14 11-21થી હાર્યા બાદ કઠિન પડકારનો સામનો કરવો પડ્યો હતો. મહિલા ડબલ્સમાં, મેઘના જક્કમપુડી અને પૂર્વીશા એસ રામ નીતા વાયોલીના મારવાહ અને પુત્રી સેકાહની ઇન્ડોનેશિયન જોડી સામે 8-21 7-21થી હારી ગઈ હતી. જો કે, કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અશ્વિની અનેએન સિક્કી રેડ્ડીની જોડી બીજા ક્રમાંકિત કોરિયન જોડી લી સોહી અને શિન સુંગંચન સામે 17-21 13-21થી હારી હતી.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ: જાણો ભારતના સંદર્ભમાં લોકશાહીનું મૂલ્ય

આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણ અને પીવી સિંધુને સાથે બેડમિન્ટન રમતા જોઇ લોકોએ પીવી સિંધુના બાયોપિક વિશે અટકળો શરૂ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.