Mens Junior Asia Cup 2023 : PM મોદીએ ભારતીય જુનિયર હોકી ટીમને અભિનંદન આપ્યા, જાણો શું કહ્યું

author img

By

Published : Jun 3, 2023, 10:16 AM IST

Etv BharatMens Junior Asia Cup 2023

પુરુષ જુનિયર એશિયા કપ 2023માં ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીતી લીધું છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ પણ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 2 જૂને ભારતીય જુનિયર પુરૂષ હોકી ટીમને મેન્સ જુનિયર એશિયા કપ 2023નો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ ટુર્નામેન્ટમાં જુનિયર ઈન્ડિયા હોકી ટીમે રોમાંચક ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 2-1થી હરાવીને શાનદાર જીત મેળવી છે. ભારતીય હોકી ટીમે ચોથી વખત આ ખિતાબ જીત્યો છે. ભારતીય ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. આ માટે પીએમ મોદીએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે.

  • Heartiest congratulations to our Junior Men's Hockey Team for their splendid victory at the Men's Junior Asia Cup. Their triumph reflects the burgeoning talent and determination that our youth hold. They have made India very proud. pic.twitter.com/r5tdlfduH3

    — Narendra Modi (@narendramodi) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એશિયા કપમાં શાનદાર જીત માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા: વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી એક પોસ્ટ શેર કરી છે. આમાં, PM એ ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમને મેન્સ જુનિયર એશિયા કપમાં શાનદાર જીત માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. આ જીત પર ખુશી વ્યક્ત કરતા PM એ લખ્યું છે કે 'આ જીત આપણા યુવાનોની ઉભરતી પ્રતિભા અને સંકલ્પને દર્શાવે છે. તેણે ભારતને ઘણું ગૌરવ અપાવ્યું છે.

2004, 2008 અને 2015માં આ ખિતાબ જીત્યો હતો: આ ટૂર્નામેન્ટ જીતવાની સાથે જ ભારતીય ટીમે પુરુષોના જુનિયર એશિયા કપમાં સૌથી વધુ ટાઇટલ જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમે આ પહેલા 2004, 2008 અને 2015માં આ ખિતાબ જીત્યો હતો જ્યારે પાકિસ્તાને 1988, 1992, 1996માં આ ટૂર્નામેન્ટ જીતી હતી. પીએમએ કહ્યું કે ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું છે. આ સાથે તેમણે યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કર્યા છે.

ભારતને 12મી મિનિટે પહેલી સફળતા મળી હતી: ભારતે શરૂઆતથી જ આક્રમક હોકી રમી હતી. ટીમે પહેલા ક્વાર્ટરમાં પાકિસ્તાની ગોલ પર ઘણા હુમલા કર્યા, પરંતુ અંગદ બીરના કારણે ભારતને 12મી મિનિટે પહેલી સફળતા મળી. આ પછી ભારતીય ટીમે 19મી મિનિટે અરિજિતે બીજો ગોલ કર્યો હતો. જોકે, બીજા હાફમાં પાકિસ્તાની ટીમે આક્રમક વાપસી કરવાનો પૂરો પ્રયાસ કર્યો, તે પણ ફળ્યો. એટલા માટે ત્રીજા ક્વાર્ટરની 7મી મિનિટે શાહિદ અબ્દુલે ગોલની જમણી બાજુએ ઉભેલા બશારતને બોલ આપ્યો, ત્યારબાદ તેણે ભારતીય ગોલકીપરને ચકમો આપીને ગોલ કર્યો હતો.

આ પણ વાંચો:

  1. Mh News: યુથ કોંગ્રેસે કુસ્તીબાજોના પ્રદર્શનને લઈને સચિનના ઘરની બહાર લગાવ્યું બેનર, જુઓ વીડિયો
  2. Team India New Jersey: ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ થઈ, ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ ડિઝાઈન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.