ETV Bharat / sports

વુમન્સ બૉક્સિંગ ચેમ્પિયનશીપ: ભારતીય મહિલા બોક્સરોએ 7 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા

author img

By

Published : Apr 24, 2021, 11:32 AM IST

વુમન્સ બૉક્સિંગ ચેમ્પિયનશીપ: ભારતીય મહિલા બોક્સરોએ 7 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા
વુમન્સ બૉક્સિંગ ચેમ્પિયનશીપ: ભારતીય મહિલા બોક્સરોએ 7 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા

પોલેન્ડમાં યોજાયેલી યુથ વર્લ્ડ વુમન બૉક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા બોક્સરોએ શ્રેષ્ઠ પ્રદર્શનથી 7 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.

  • દહેરાદૂનની દીકરીઓએ વિદેશમાં તેમનું ગૌરવ લહેરાવ્યું
  • 7 મહિલા બૉક્સરોએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો
  • અન્ય 3 મહિલા બોક્સરોએ બ્રોન્ઝ મેડલ જીત્યા

દહેરાદૂન (ઉત્તરાખંડ): રાજ્યની દીકરીઓ દેશ જ નહીં વિદેશમાં પણ તેમનું ગૌરવ લહેરાવી રહી છે. બુધવારે પોલેન્ડમાં યોજાયેલી યુથ વર્લ્ડ વુમન બૉક્સિંગ ચેમ્પિયનશીપમાં, ભારતીય મહિલા બોક્સરોએ તેમને શ્રેષ્ઠ પ્રદર્શન કરી 7 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

આ પણ વાંચો: રીક્ષા ડ્રાઇવરની દીકરી બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

10 મહિલાઓની ભારતીય બોક્સરની ટીમ

પિથૌરાગઢ જિલ્લાના વતની અને ભારતીય યુથ બૉક્સિંગ ટીમના મુખ્ય કોચ ભાસ્કરચંદ્ર ભટ્ટ સાથે 10 મહિલાઓની ભારતીય બોક્સરની ટીમ વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે પોલિંગ પહોંચી હતી. જ્યારે, 7 મહિલા બૉક્સરોએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે, અન્ય 3 મહિલા બોક્સરોએ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

વુમન્સ બૉક્સિંગ ચેમ્પિયનશીપ: ભારતીય મહિલા બોક્સરોએ 7 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા
વુમન્સ બૉક્સિંગ ચેમ્પિયનશીપ: ભારતીય મહિલા બોક્સરોએ 7 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા

આ પણ વાંચો: હરિયાણાના એક જ જિલ્લાના 5 બોક્સરની ઓલિમ્પિકની કોલિફાયર માટે પંસદગી

પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ગોલ્ડ મેડલ

વર્લ્ડ બૉક્સિંગ એસોસિએશનના પ્રમુખે પણ આ વર્લ્ડ ક્લાસ બૉક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા બૉક્સર્સના શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ પ્રથમ વખત થયું છે કે, ભારતીય મહિલા બૉક્સરોએ વર્લ્ડ ક્લાસ બોક્સીંગ સ્પર્ધામાં આટલી મોટી સંખ્યામાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતીય યુથ બૉક્સિંગ ટીમના મુખ્ય કોચ ભાસ્કરચંદ્ર ભટ્ટના નેતૃત્વ હેઠળ, અત્યાર સુધીમાં ભારતીય મહિલા બોક્સરોએ અન્ય ઘણી સ્પર્ધાઓમાં પણ ચંદ્રકો જીત્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.