ASIAN CHAMPIONS TROPHY SEMIFINAL HOCKEY:એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું, બ્રોન્ઝ જીત્યો

author img

By

Published : Dec 22, 2021, 8:45 PM IST

ASIAN CHAMPIONS TROPHY SEMIFINAL HOCKEY:એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું, બ્રોન્ઝ જીત્યો

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં બુધવારે ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-3થી હરાવ્યું હતું, આ મેચમાં હરમનપ્રીત સિંહે સૌથી (ASIAN CHAMPIONS TROPHY SEMIFINAL) પહેલા ગોલ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું, ત્યારબાદ સુમિત, વરુણ, આકાશદીપ સિંહે ગોલ કરીને ભારતની જીત (India beat Pakistan) સુનિશ્ચિત કરી હતી.

બાંગલાદેશ ઢાકા : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં (ASIAN CHAMPIONS TROPHY SEMIFINAL) બુધવારે ભારતે (IND vs PAK Hockey) કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-3થી હરાવ્યું (India beat Pakistan) હતું, આ મેચમાં જીત સાથે ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો (India won bronze) હતો, આ સાથે ભારતે ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહીને પોતાના અભિયાનનો અંત લાવ્યો હતો. મેચના પહેલા ક્વાર્ટરથી જ બંને ટીમોએ શાનદાર રમત બતાવી, અને ત્રીજી જ મિનિટમાં ભારતના હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરની મદદથી ટીમ માટે પહેલો ગોલ કરીને ભારતને 1-0ની સરસાઈ અપાવી.

પાકિસ્તાની પણ પાછળથી જોરદાર વાપસી

પાકિસ્તાને પણ પાછળથી જોરદાર વાપસી કરી, અને ગોલ કરીને 1-1થી બરાબરી કરી લીધી. અફરાઝે આ ગોલ કર્યો હતો. બીજા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો, પરંતુ બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. મેચના ત્રીજા ક્વાર્ટરમાં અબ્દુલ રાણાએ પાકિસ્તાન માટે બીજો ગોલ કરીને ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા ભારતે પણ મેચમાં પાકિસ્તાન સામે શાનદાર રમત દાખવી હતી, અને સુમિતે ક્વાર્ટરના અંત પહેલા 2-2ની બરાબરી કરી હતી.

અંતિમ ક્વાર્ટરમાં પાકિસ્તાન ભારત સામે લાચાર

અંતિમ ક્વાર્ટરમાં પાકિસ્તાન ભારત સામે લાચાર દેખાતું હતું, વરુણ કુમારે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવીને ભારત માટે ત્રીજો ગોલ ફટકારતાં જ ભારતીય ટીમ મેચમાં 3-2થી આગળ થઈ ગઈ હતી. આ પછી અક્ષયદીપ સિંહે ચોથો ગોલ કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી.

આ પણ વાંચો:

​​Test match India 2021: સ્પિનર રવિચંદ્રન અશ્વિનએ વિચારોના સંઘર્ષમાંથી બહાર આવી ટેસ્ટ મેચ માટે ઉડાન ભરી

English Premier League : સ્થગિત નહીં થાય, આ રીતે થશે આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.