ETV Bharat / sports

બ્રાઝીલમાં પ્લેન ક્રેશ થતાં 4 ફુટબોલ ખેલાડીઓના મોત

author img

By

Published : Jan 25, 2021, 12:07 PM IST

બ્રાઝીલમાં પ્લેબ્રાઝીલમાં પ્લેન ક્રેશન ક્રેશ
બ્રાઝીલમાં પ્લેન ક્રેશ

કલ્બ પાલમાસે જણાવ્યું કે, ક્લબના પ્રેસિડન્ટ લુકાસ મીરા અને 4 ખેલાજી-લુકાસ પ્રેક્સિડેસ, ગુડલહેમ નોઈ, રાનુલ અને માર્કસ મોલિનારીના મોત થયા છે. બ્રાઝીલના ઉત્તરી શહર પલમાસની પાસે તેમનું વિમાન ટોકેનટેન્સ એરફીલ્ડ પર ટેકઓફ બાદ ક્રેશ થયું હતુ.

રિયો ડી જેનેરો : બ્રાઝીલમાં એખ લોકલ મેચ પહેલા વિમાન દુરર્ધટનામાં ચાર ખેલાડી અને બ્રાઝીલના ફુટબોલ ક્લબ પાલમાસના પ્રેસિડન્ટનું મોત નિપજ્યું છે.

ક્લબે એક નિવેદનમાં કહ્યું કે, ક્લબના પ્રેસિડન્ટ લુકાસ મીરા અને 4 ખેલાડી, લુકાસ પ્રેક્સિડેસ, ગુહલહેમ નોઈ, રાનુલ અને માર્કસ મોલિનારીના મોત નિપજ્યાં છે. જ્યારે બ્રાઝીલના ઉત્તરી શહર પલમાસની પાસે તેમનું વિમાન ટોકેનટેન્સ એરફીલ્ડ પર ટેકઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થયું હતુ. જેમાં પાયલટનું પણ મોત થયું છે.

વિમાન વિલા નોવા વિરુદ્ધ આજે રમાનાર કોપા વર્ડૈ મેચ માટે અંદાશે 800 કિલોમીટર દુર ગોયનિયા શહેર માટે ઉડાન ભરી રહ્યું હતુ.સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ આ ખેલાડી અને ક્લબના પ્રેસિડન્ટ ટીમથી અલગ પ્રવાસ કરી રહ્યા હતા કારણ કે, કોવિડ 19ની મહામારીમાં તેમનો પ્રથમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ કહ્યું કે, દુર્ધટનામાં 2 એન્જિન વાળું બૈરૉન મૉડલ વિમાન હતુ. જેમાં દુર્ઘટના બાદ આગ લાગી હતી. અધિકારીઓએ કહ્યું કે, ઘટનાના તપાસ કરવામાં આવી રહી છે.

5 વર્ષ પહેલા કોલંબિયામાં આવી જ રીતે વિમાન દુર્ધટનામાં 19 ખેલાડીઓના મોત થયા હતા.2014માં પૂર્વ આંતરરાષ્ટ્રીય અને બ્રાઝીલના સ્ટ્રાઈક્ર ફર્નાડોની બ્રાઝીલમાં એક હવાઈ મુસાફરીમાં મોત થયું હતુ.

આ પણ વાંચો :

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, 2 પાયલટ સહિત 18ના મોત

પાકિસ્તાન: 107 પેસેન્જર સાથેનું વિમાન કરાંચીમાં ક્રેશ થયું

બ્રાઝિલમાં ચાર્ટેડ પ્લેન ક્રેશ થતાં ચારનાં મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.