ETV Bharat / sports

Virat Kohli Press Conference: દક્ષિણ આફ્રિકાના ટૂર પહેલા વિરાટ કોહલીએ તોડ્યું મૌન, કહ્યું, વનડે રમીશ

author img

By

Published : Dec 15, 2021, 1:44 PM IST

Updated : Dec 15, 2021, 2:28 PM IST

Virat Kohli Press Conference: દક્ષિણ આફ્રિકાના ટૂર પહેલા વિરાટ કોહલીએ તોડ્યું મૌન, કહ્યું, વનડે રમીશ
Virat Kohli Press Conference: દક્ષિણ આફ્રિકાના ટૂર પહેલા વિરાટ કોહલીએ તોડ્યું મૌન, કહ્યું, વનડે રમીશ

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના ટૂર પહેલા પોતાનુ મૌન તોડ્યું છે. દક્ષિણ આફ્રિકા ટૂર પહેલા પ્રેસ કોન્ફરન્સમાં તેને કહ્યું કે, તે વનડે રમવા માટે તૈયાર છે. તે જ સમયે તેણે વધુમાં કહ્યું કે, તેણે BCCI સાથે આરામ અંગે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી નથી.

  • વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના ટૂર પહેલા તોડ્યું મૌન
  • વિરાટે કહ્યું કે, તે વનડે રમવા માટે તૈયાર છે
  • વિરાટ રોહિતને વનડે અને ટી-20માં 100 ટકા સપોર્ટ કરશે

દિલ્હીઃ વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના ટૂર પહેલા પોતાનુ મૌન તોડ્યું છે. તે હંમેશા વનડે રમવા માટે તૈયાર છે. મીડિયામાં મારા અને રોહિત વિશે જે પણ સમાચાર આવી રહ્યા છે, તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી.

ODI કેપ્ટન તરીકે ટીમમાં મારી ભૂમિકા અંગે ચર્ચા કરી હતી

પ્રેસ સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે, "તેને ODI કેપ્ટન તરીકે ટીમમાં મારી ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. તેમા તેને કેપ્ટન તરીકે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ સેલેક્ટર્સ તેની કેપ્ટન તરીકેની ભૂમિકાને આગળ ચાલુ રાખવા તૈયાર ન હતા. એને તેનો ટી-20 કેપ્ટનશિપ પદ છોડવાનો નિર્ણય સારી રીતે લેવામાં આવ્યો હતો.

તેનુ કામ ટીમને સારી દિશામાં લઈ જવાનું છે

ટીમમાં પોતાની ભૂમિકા અંગે કોહલીએ કહ્યું હતું કે, તેનુ કામ ટીમને સારી દિશામાં લઈ જવાનું છે. રોહિત ઘણો સારો કેપ્ટન છે, તે તકનીકી રીતે ખૂબ જ સારો છે, જેમ કે તે પહેલા પણ જોવા મળ્યો છે. વિરાટ રોહિતને વનડે અને ટી-20માં 100 ટકા સપોર્ટ કરશે.

કેપ્ટનમાં ફેરફાર અંગે કહ્યું કે, આનું કારણ ICC ટૂર્નામેન્ટ ન જીતવું છે

રોહિત સાથેના સંબંધો અંગે કોહલીએ જણાવ્યું કે, છેલ્લા 2-3 વર્ષથી આ વાત કહી રહ્યો છે કે, તેની અને રોહિત વચ્ચે કોઈ તણાવ નથી, અને આ વાત વારંવાર સમજાવીને તે કંટાળી ગયો છે. કેપ્ટનમાં ફેરફાર અને કેપ્ટનશિપની જવાબદારી રોહિતને સોંપવા અંગે કોહલીએ કહ્યું કે, આનું કારણ ICC ટૂર્નામેન્ટ ન જીતવું છે.

Last Updated :Dec 15, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.