ETV Bharat / sports

લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 151 રન જીતીને રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીના નામે નોંધાયા 3 મોટા રેકોર્ડ

author img

By

Published : Aug 17, 2021, 2:05 PM IST

વિરાટ કોહલીના નામે નોંધાયા 3 મોટા રેકોર્ડ
વિરાટ કોહલીના નામે નોંધાયા 3 મોટા રેકોર્ડ

ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 151 રન જીતીને ઈતિહાસ રચ્યો અને 5 મેચની સીરીઝમાં 1-0ની મહત્ત્વની લીડ હાંસલ કરી લીધી. આ સાથે વિરાટ કોહલીના નામે 3 મોટા રેકોર્ડ નોંધાયા છે.

  • વિરાટ કોહલી SENA દેશોમાં સૌથી વધુ જીત નોંધાવનાર ભારતીય કેપ્ટન બન્યો
  • વિરાટ કોહલીના નામે 3 મોટા રેકોર્ડ નોંધાયા છે
  • લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 151 રન જીતીને ઈતિહાસ રચ્યો

ન્યુઝડેસ્ક: SENA દેશોમાં જીતનો રેકોર્ડ વિરાટ કોહલી SENA દેશોમાં સૌથી વધુ જીત નોંધાવનાર ભારતીય કેપ્ટન બન્યો. SENA એટલે સાઉથ આફ્રિકા(South Africa), ઇંગ્લેન્ડ(England), ન્યુઝીલેન્ડ(New Zealand) અને ઓસ્ટ્રેલિયા(Australia).

આ પણ વાંચો- IND vs ENG: મોહમ્મદ શમીની ધમાકેદાર બેટિંગ... છગ્ગો ફટકારી પુરી કરી અર્ધશતક

એમએસ ધોની 3 જીત સાથે ચોથા નંબરે છે

વિરાટે PAK કેપ્ટનોને પછાડ્યા એશિયન કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ SENA દેશોમાં 5મી જીત હાંસલ કરી છે. અગાઉ આ રેકોર્ડ વસીમ અકરમ અને જાવેદ મિયાંદાદના નામે હતો, જેમણે પાકિસ્તાનને આ દેશોમાં 4 ટેસ્ટમાં જીત અપાવી છે. આ ઉપરાંત, એમએસ ધોની 3 જીત સાથે ચોથા નંબરે છે.

વિરાટના નામે ટેસ્ટ કેપ્ટનશીપનો રેકોર્ડ ટેસ્ટ

ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં ભારતનો વિરાટ કોહલી હવે ચોથા નંબરે આવી ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્લાઈવ લોઈડને પાછળ છોડી દીધા છે. ટેસ્ટમાં સૌથી સફળ કેપ્ટન સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ છે, જેમણે પોતાની ટીમને 53 જીત અપાવી છે.

કોહલી ટેસ્ટ ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોના લિસ્ટ

ગ્રીમ સ્મિથ – સાઉથ આફ્રિકા – 53 ટેસ્ટ જીત રિકી પોન્ટિંગ – ઓસ્ટ્રેલિયા – 48 ટેસ્ટ જીત સ્ટીવ વો – ઓસ્ટ્રેલિયા – 41 ટેસ્ટ જીત વિરાટ કોહલી-ભારત -37 ટેસ્ટ જીત ક્લાઇવ લોયડ – વેસ્ટ ઇન્ડિઝ – 36 ટેસ્ટ જીત

આ પણ વાંચો- ICCએ જાહેર કર્યું ટી-20 વર્લ્ડ કપનું શિડ્યુલ, 24 ઓક્ટોબરે ટકરાશે ભારત-પાકિસ્તાન

ટોસ હારવા છતાં મેળવી જીત

ભારતીય કેપ્ટનોની વાત કરીએ તો વિરાટ કોહલી વિદેશમાં ટોસ હાર્યા બાદ સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાની દ્રષ્ટિએ 6 જીત સાથે ટોપ પર પહોંચી ગયો છે. અગાઉ આ રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે હતો જેણે ટોસ હાર્યા બાદ વિદેશની ધરતી પર 5 ટેસ્ટ મેચ જીતી છે, જ્યારે એમએસ ધોનીએ વિદેશમાં ટોસ હાર્યા બાદ 4 મેચ જીતી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.