ETV Bharat / sports

આ બે ભારતીય ખેલાડીઓ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટીમ સાથે જોડાયા

author img

By

Published : Sep 27, 2022, 5:31 PM IST

Etv Bharatઆ બે ભારતીય ખેલાડીઓ D.Africa વિરૂદ્ધ ટીમ સાથે જોડાયા
Etv Bharatઆ બે ભારતીય ખેલાડીઓ D.Africa વિરૂદ્ધ ટીમ સાથે જોડાયા

ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 28 સપ્ટેમ્બરથી તિરુવનંતપુરમમાં T20 ઈન્ટરનેશનલ સિરીઝ શરૂ થઈ રહી છે. T20 વર્લ્ડ કપ પહેલા આ સીરિઝ ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવતી રમનારી મેચમાં પંડ્યાની જગ્યાએ શાહબાઝ (shahbaz ahmed replace hardik pandya) ને શા માટે લેવામાં આવ્યો છે. મોહમ્મદ શમી કોવિડ 19માંથી સાજા (Shami has not recovered from covid) થવામાં નિષ્ફળ જતાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20I શ્રેણી માંથી બહાર થઈ ગયો છે.

નવી દિલ્હી: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Shami has not recovered from covid) કોવિડ 19માંથી સાજા થવામાં નિષ્ફળ જતાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બંગાળના ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને હાર્દિક પંડ્યાની (shahbaz ahmed replace hardik pandya) જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 28 સપ્ટેમ્બરથી તિરુવનંતપુરમમાં શરૂ થઈ રહી છે.

શમીના સ્થાને ઉમેશ યાદવ: ઓલરાઉન્ડર દીપક હુડ્ડા પણ પીઠની ચુસ્તતાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. રાષ્ટ્રીય પસંદગી સમિતિ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે મધ્યક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે PTIને જણાવ્યું કે, શમી કોવિડ 19માંથી સાજો થયો નથી. તેને વધુ સમયની જરૂર છે અને તેથી તે દક્ષિણ આફ્રિકા શ્રેણીમાંથી બહાર થઈ જશે. દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે શમીના સ્થાને ઉમેશ યાદવ ટીમમાં રહેશે.

હાર્દિક પંડ્યાના સ્થાને શાહબાઝ અહેમદ: જ્યારે પૂછવામાં આવ્યું કે, પંડ્યાની જગ્યાએ શાહબાઝને શા માટે લેવામાં આવ્યો છે, તો સૂત્રએ કહ્યું, શું કોઈ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર છે, જે હાર્દિકનું સ્થાન લઈ શકે. રાજ બાવા પાસે બહુ ઓછો અનુભવ છે અને તેથી જ અમે તેમને અનુભવ આપવા માટે ભારત A ટીમમાં રાખ્યા છે. તેને ચમકવા માટે સમયની જરૂર છે. મને બીજું નામ કહો ? આ દરમિયાન સૌરાષ્ટ્ર સામેની ઈરાની કપ મેચમાં હનુમા વિહારી રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમનું નેતૃત્વ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.