ETV Bharat / sports

રોહિત ફરી કોરોના પોઝિટિવ આવ્યા બાદ પાંચમી ટેસ્ટમાંથી બહાર, હવે કોણ હશે કેપ્ટન ?

author img

By

Published : Jun 30, 2022, 3:53 PM IST

રોહિત ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા બાદ પાંચમી ટેસ્ટમાંથી બહાર, કોણ હશે હવે કેપ્ટન?
રોહિત ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા બાદ પાંચમી ટેસ્ટમાંથી બહાર, કોણ હશે હવે કેપ્ટન?

ભારતીય ટેસ્ટ ટીમમાં(Indian Test team) ફાસ્ટ બોલર તરીકે છેલ્લે કપિલ દેવ કપ્તાન(Captain as a Fast Bowler) રહી ચુક્યા છે. તેઓ 1987માં કપ્તાનીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ સમય પછી કોઈ ફાસ્ટ બોલર તરીકે ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં કપ્તાન રહ્યું નથી. ભારત 1932માં પેહલીવાર ટેસ્ટ ક્રિકેટ મેચ રમી હતી. તે સમયથી અત્યાર સુધીમાં બુમરાહ ભારતનો 36મોં કપ્તાન બનશે.

નવી દિલ્હી: જસપ્રીત બુમરાહ છેલ્લા 35 વર્ષમાં ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરનારો પ્રથમ ઝડપી(India First Fast Bowler Captain) બોલર બનશે. કારણ કે, નિયમિત સુકાની રોહિત શર્મા(Rohit Sharma Covid Positive) ફરીથી કોરોના પોઝિટિવ મળ્યા બાદ ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં(Fifth Cricket Text Match ) ભાગ લેશે નહીં. જા ભારતીય ટીમ માટે ખૂબ ગમભીર વાત છે. રોહીત શર્માનું ટેસ્ટ ક્રિકેટમાં ના રમવું એ ભારત માટે એક મોટું નુકસાન છે.

આ પણ વાંચો: India vs England Test Match : રોહિત શર્માએ ભારતીય ટેસ્ટ ટીમ સાથે શરૂ કરી પ્રેક્ટિસ

કેપ્ટન કપિલ દેવ પછી કોઈ ફાસ્ટ બોલરે ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળી નથી - છેલ્લી વખત ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કપિલ દેવ હતા, જેમને 1987માં કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારપછી કોઈ ફાસ્ટ બોલરે ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળી નથી. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ(Senior Official of BCCI) નામ ન આપવાની શરતે PTIને જણાવ્યું કે, રોહિત 1 જુલાઈથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ રમી શકશે નહીં. કારણ કે, તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હજુ પણ આઈસોલેશનમાં(Rohit out of fifth Test) છે. KLની ગેરહાજરીમાં વાઈસ-કેપ્ટનમાંથી એક જસપ્રિત બુમરાહ કેપ્ટન રહેશે.

બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરનાર 36મો ક્રિકેટર - ભારતે 1932માં પ્રથમ ટેસ્ટ રમી હતી. ત્યારથી ટીમનું નેતૃત્વ કરનાર બુમરાહ ભારતની કેપ્ટનશીપ કરનાર 36મો ક્રિકેટર હશે. ગુજરાતના ફાસ્ટ બોલરે 29 ટેસ્ટમાં 123 વિકેટ ઝડપી છે અને તેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાં(Best Fast Bowler in the World) થાય છે.

સામાન્ય રીતે ભારતમાં ફાસ્ટ બોલરોને કેપ્ટનશીપ આપવામાં આવતી નથી - પસંદગી સમિતિના વડા(Head of the Selection Committee) ચેતન શર્માએ પહેલેથી જ કહ્યું છે કે, તેમને ભવિષ્યના કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે ભારતમાં ફાસ્ટ બોલરોને કેપ્ટનશીપ આપવામાં આવતી નથી, જ્યારે પાકિસ્તાનમાં ઇમરાન ખાન, વસીમ અકરમ અને વકાર યુનિસ જેવા ફાસ્ટ બોલરો કેપ્ટન રહી ચૂક્યા છે. કર્ટની વોલ્શે વેસ્ટ ઈન્ડિઝમાં કેપ્ટનશીપ સંભાળી જ્યારે ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ પણ ફાસ્ટ બોલર તરીકે કપ્તાની સંભાળી હતી.

આ પણ વાંચો: ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે 8 મહિનામાં અધધધ... કેપ્ટન સાથે કર્યુ કામ

ચોથા ફાસ્ટ બોલરને મેદાનમાં ઉતારવામાં આવે છે કે શું - રોહિત પ્લેઇંગ ઇલેવનમાં ન હોવાથી ચેતેશ્વર પૂજારા શુભમન ગિલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. સૂત્રોએ કહ્યું કે, મયંક અગ્રવાલને બસ કવર તરીકે બોલાવવામાં આવ્યો છે. તે પ્લેઈંગ ઈલેવનમાં રહેશે નહીં. એ પણ જોવાનું રહેશે કે, શાર્દુલ ઠાકુરના રૂપમાં ચોથા ફાસ્ટ બોલરને મેદાનમાં ઉતારવામાં આવે છે કે પછી આર અશ્વિન રવીન્દ્ર જાડેજા સાથે બીજા સ્પિનર ​​તરીકે રમે છે. ટેસ્ટ 5 જુલાઈએ ખતમ થશે અને પહેલી T20 મેચ 7 જુલાઈએ છે, તેથી આયર્લેન્ડ સામે T20 મેચ રમી રહેલી ટીમ પ્રથમ T20 રમશે. આ પછી તમામ સ્ટાર ખેલાડીઓ બીજી ટી-20થી પરત ફરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.