ક્રિકેટર રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના બની શકે છે મુખ્ય કોચ

author img

By

Published : Oct 16, 2021, 10:22 AM IST

ક્રિકેટર રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના બની શકે છે મુખ્ય કોચ

સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે IPLની ફાઇનલ બાદ દુબઈમાં રાહુલ દ્રવિડ (Former India skipper Rahul Dravid ) સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન, દ્રવિડ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ (India team coach) તરીકેની જવાબદારી સંભાળવા માટે સંમત થયા છે.

  • BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહની દ્વવિડ સાથે બેઠક
  • દ્રવિડને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે
  • દ્રવિડ મુખ્ય કોચની જવાબદારી માટે સંમત થયા છે. : સૂત્ર

નવી દિલ્હી : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને(Former India skipper Rahul Dravid ) ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવવામાં આવી શકે છે. અહેવાલ મુજબ, રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ (India team coach) બનવા માટે તૈયાર છે અને તેણે તેની સંમતિ આપી દીધી છે. ટી 20 વર્લ્ડ કપ બાદ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી સંભાળી શકે છે. દુબઇમાં શુક્રવારે રાત્રે IPL-14ની ફાઇનલ દરમિયાન આ ચર્ચાઓ પ્રબળ બની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ તરીકેની જવાબદારી સંભાળવા માટે તૈયાર છે.

દ્રવિડ મુખ્ય કોચની જવાબદારી માટે સંમત

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, દ્રવિડ મુખ્ય કોચની જવાબદારી માટે સંમત થયા છે. હવે અન્ય હોદ્દાઓ પર વિચાર કરવામાં આવશે, જ્યારે વિક્રમ બેટિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળશે. યુવા ખેલાડીઓના આગમન સાથે, ભારતીય ટીમ બદલાવની સ્થિતિમાં છે અને તે બધાએ દ્રવિડ સાથે કામ કર્યું છે. ભારતીય ક્રિકેટ માટે પિચ પર વર્લ્ડ ચેમ્પિયન બનવાનો માર્ગ અપનાવવો વધુ સરળ બની જશે. રાહુલ દ્રવિડ હંમેશા BCCI માટે પ્રથમ પસંદ રહ્યા છે, પરંતુ એવું લાગે છે કે ભૂતપૂર્વ કેપ્ટન દ્રવિડ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સાથેની બેઠક બાદ મુખ્ય કોચ બનવા સંમત થયા હતા.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.