IPL 2021માં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર

author img

By

Published : Sep 27, 2021, 1:41 PM IST

આઈપીએલ 2021માં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર

IPL 2021માં, રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે પ્લેઓફની રેસમાં રહેલી છે. તો બીજી બાજુ, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ અત્યારે પોઇન્ટ ટેબલમાં તળિયે છે અને પ્લેઓફની રેસમાંથી બહાર છે.

  • હૈદરાબાદ રાજસ્થાનનો બદલો લેવા મેદાને
  • રાજસ્થાનને આગળ વધવા માટે હજુ આશા
  • હૈદરાબાદે સન્માન બચાવવા સારૂ પ્રદશન કરવું પડશે

ડેસ્ક ન્યુઝ: IPL 2021ની 40મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ દુબઈના મેદાન પર સાંજે 7:30થી રમાશે. આઈપીએલ પ્લેઓફમાં પહોંચવાની આશાને જીવંત રાખવા માટે રાજસ્થાનને હૈદરાબાદ સામે જબરદસ્ત જીતવી પડશે. SRH ની ટીમ પ્લેઓફમાંથી બહાર છે અને તેઓ માત્ર સન્માન બચાવવા સારૂ પ્રદશન કરવું પડશે.

આઈપીએલમાં રાજસ્થાનને આગળ વધવા માટે હજુ અવકાશ છે. આ સાથે જ આ ટૂર્નામેન્ટમાં હૈદરાબાદ માટે આગળની સફર હવે પોતાનું સન્માન બચાવવાની લડાઈ બની ગઈ છે.

આઈપીએલના બીજા તબક્કામાં, રાજસ્થાન પંજાબ સામે બે મેચમાંથી એક જીત્યું છે, જ્યારે તેમને દિલ્હી કેપિટલ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદને બીજા તબક્કાની તેમની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

રાજસ્થાન અને હૈદરાબાદ લીગમાં અત્યાર સુધીમાં 14 વખત ટકરાયા

આઈપીએલમાં અત્યાર સુધી રમાયેલી મેચોની વાત કરીએ તો મેચો બરાબર છે. રાજસ્થાન અને હૈદરાબાદ લીગમાં અત્યાર સુધીમાં 14 વખત ટકરાયા છે, જેમાંથી બંને ટીમોએ સાત -સાત વખત જીત મેળવી છે.

બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ ભારતમાં આઈપીએલના પ્રથમ તબક્કા દરમિયાન હતી, જેમાં રાજસ્થાનએ 55 રનમાં સરળ જીત મેળવી હતી.

બોલિંગમાં હૈદરાબાદનો હાથ ઉપર

IPL 2021 માં અત્યાર સુધી બંને ટીમોના બેટ્સમેનોએ નિરાશ કર્યા છે. સંજુ સેમસન સિવાય અન્ય કોઈ બેટ્સમેન રાજસ્થાન માટે ખાસ કંઈ કરી શક્યું નથી. હૈદરાબાદ માટે તેમના સ્ટાર ખેલાડીઓ કેન વિલિયમસન અને ડેવિડ વોર્નરના બેટ્સમાંથી પણ રન આવ્યા છે. બોલિંગમાં હૈદરાબાદનો હાથ ઉપર છે, જ્યાં રશીદ ખાન અને ભુવનેશ્વર કુમારનો અનુભવ ટીમ માટે ઘણો ઉપયોગી થઈ શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

સનરાઇઝર્સ હૈદરાબાદ:

કેન વિલિયમસન (કેપ્ટન), જેસન રોય/ડેવિડ વોર્નર, રિદ્ધિમાન સાહા (wk), મનીષ પાંડે, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રશીદ ખાન, ભુવનેશ્વર કુમાર, જગદીશ સુચિત અને બેસિલ થમ્પી/સંદીપ શર્મા.

રાજસ્થાન રોયલ્સ:

સંજુ સેમસન (કેપ્ટન), એવિન લેવિસ, યશસ્વી જયસ્વાલ, ડેવિડ મિલર, લિયામ લિવિંગસ્ટોન, રાહુલ તેવાટિયા, મહિપાલ લોમર, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી, મુસ્તફિઝુર રહેમાન અને ચેતન સાકરિયા.

આ પણ વાચોઃ RCBને હરાવ્યા બાદ ધોનીએ ખોલ્યું રહસ્ય, ઝાકળ હોય ત્યારે બનાવે છે કંઈક આવી રણનીતિ

આ પણ વાચોઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL માં આવતા કોરોના કેસને લઈને ભારે ચિંતિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.