ETV Bharat / sports

IPLમાં હનુમા વિહારીનો પણ સમાવેશ થયો હોત તો સારું હોત : ચેતેશ્વર પૂજારા

author img

By

Published : Apr 4, 2021, 6:21 PM IST

IPLમાં હનુમા વિહારીનો પણ સમાવેશ થવો જોઇતો હતો
IPLમાં હનુમા વિહારીનો પણ સમાવેશ થવો જોઇતો હતો

ફેબ્રુઆરી 2021માં યોજાયેલા IPLના ઓક્શનમાં ચેતેશ્વર પૂજારાને 50 લાખમાં ખરીદવામાં આવ્યો હતો. જ્યારે હનુમા વિહારી આ સિઝનમાં અનસોલ્ડ રહ્યો હતો. તેને કોઇ પણ ટીમે સ્વિકાર્યો ન હતો

  • IPLમાં ચેતેશ્વર પૂજારાને 50 લાખમાં ખરીદાયો
  • 2021ની IPL CSKમાંથી રમશે ચેતેશ્વર પૂજારા
  • હનુમા વિહારી આ સિઝનમાં રહ્યો હતો અનસોલ્ડ

મુંબઇ: ભારત અને ચૈન્નઇ સુપરકિંગ્સના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું હતું કે રાઇટ હેન્ડેડ બેટ્સમેન હનુમા વિહારી આઇપીએલ 2021નો ભાગ બન્યો હોત તો સારું હતું. પૂજારાને 50 લાખમાં CSKએ ખરીદ્યો હતો. જ્યારે હનુમા વિહારી અનસોલ્ડ રહ્યો હતો. આ અંગે પૂજારાએ વધુમાં જણાવ્યું હતું કે 'હું ખુશ છું કે મેં ભારતીય ટીમ માટે જે કર્યું છે તેને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. મને એ પણ જાણવા મળ્યું હતું કે જ્યારે મારી પસંદગી થઇ ત્યારે તાળી પાડી હતી. મને ખબર છે કે જ્યારે તમે ભારતીય ટીમ માટે કઇંક કરો છો ત્યારે લોકોને એ ગમે છે. માત્ર ફ્રેન્ચાઇઝી જ નહીં ભારતીય ટીમના લોકો પણ મારા ખેલાડી મિત્રો પણ મારા માટે ખુશ છે.'

વધુ વાંચો: DC આસિસ્ટન્ટ કોચ કૈફે કહ્યું કે, "ખિતાબ જીતવા માટે અમારી પાસે ખેલાડીઓ છે."

'હનુમા પણ IPLનો ભાગ હોત તો સારું હોત'

ચેતેશ્વર પૂજારાએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ ક્ષણમાં એક માત્ર વ્યક્તિ છે હનુમા વિહારી જેના માટે મને ખરાબ લાગી રહ્યું છે. તે પહેલા IPLનો ભાગ હતો આ વખતે પણ તેને IPLમાં જગ્યા મળવી જોઇતી હતી. પૂજારા અને વિહારી બન્નેએ બૉર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં સારું પ્રદર્શન કરીને ભારતનો ઑસ્ટ્રેલિયા સામે 2-1થી વિજય સુનિશ્ચિત કર્યો હતો. પૂજારાની પસંદગી કર્યા પછી CSK મેનેજમેન્ટએ જાહેરાત કરી હતી કે પૂજારાના ટેસ્ટમેચના પર્ફોમન્સ બાદ અમે તેને CSK ટીમમાં લેવા માંગતા હતાં.

વધુ વાંચો: ચેન્નઈ સુપર કિંગ્સને ઝટકો, બોલર જોશ હેઝલવુડે ટીમમાંથી નામ પરત ખેંચ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.