ETV Bharat / sports

IPL 2023 : હાઈસ્કોરિંગ મેચમાં બેંગ્લુરુ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની 8 રને જીત

author img

By

Published : Apr 17, 2023, 12:57 PM IST

Updated : Apr 17, 2023, 11:46 PM IST

CSK vs RCB Match Preview : ચેન્નાઈ અને બેંગ્લોર આજે ટકરાશે, ધોનીની રમત પર સસ્પેન્સ યથાવત્
CSK vs RCB Match Preview : ચેન્નાઈ અને બેંગ્લોર આજે ટકરાશે, ધોનીની રમત પર સસ્પેન્સ યથાવત્

TATA IPL 2023ની 24મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં RCBએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેટીંગ કરતા CSKની ટીમે 20 ઓવરમાં 226 રન બનાવ્યા હતા. અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને જીત માટે 227 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગ્લુરુએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 218 રન કર્યા હતા. આમ ચેન્નાઈ સુપર કિંગ્સ 8 રને જીતી ગયું હતું.

બેંગ્લુરુ : ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની 24મી મેચ CSK અને RCB વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ હતી. બંને ટીમોને IPLની મજબૂત ટીમ ગણવામાં આવે છે. જેમાં બેંગ્લુરુ પ્રથમ ટોસ જીતીને ચેન્નાઇને પ્રથમ બેટીંગ માટે નિમંત્રિત કરી હતી. જેમાં CSKની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. તેમને 20 ઓવરમાં 6 વિકેટે 226 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારે રોમાંચકતા વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 218 રન બનાવ્યા હતા. અને તેઓ જીતના ટાર્ગેટ સુધી પહોંચી શક્યા ન હતા. ફાસ્ટ રમવામાં વિકેટ પણ ગુમાવી હતી. જો કે 20 ઓવરમાં 218 રન જ કરી શક્યું હતું. અને ચેન્નાઈ સુપર કિંગ્સ 8 રને જીત હાંસલ કરી લીધી હતી.

CSK બેટીંગ : ચેન્નાઇ સુપર કિંગ્સે પ્રથમ બેટીંગ કરતા 226 રનનો વિશાલ સ્કોર કર્યો હતો. જેમાં ઋુતુરાજએ 3 રન, કોનવેએ 83 રન, રહાણેએ 37 રન, શિવમ દુબેએ 52 રન, રાયડુએ 14 રન, મોઇન અલીએ 19 રન(અણનમ), જાડેજાએ 10 રન અને ધોનીએ 1 રન(અણનમ) કર્યો હતો.

RCBની બોલિંગ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 226 રન આપીને 5 વિકેટ લિધી હતી. જેમાં સિરાજએ 4 ઓવરમાં 1 વિકેટ, પાર્લનેલએ 4 ઓવરમાં 1 વિકેટ, વિજય કુમારએ 4 ઓવરમાં 1 વિકેટ, મેક્ષવેલએ 2.4 ઓવરમાં 1 વિકેટ, હર્સાનગાએ 2 ઓવરમાં 1 વિકેટ અને હર્ષલ પટેલએ 3.2 ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની બેટિંગઃવિરાટ કોહલી 4 બોલમાં 6 રન બનાવ્યા હતા. ફાફ ડુપ્લેસીસ(કેપ્ટન) 33 બોલમાં 5 ચોક્કાઅને 4 સિક્સ સાથે 62 રન બનાવ્યા હતા. મહિપાલ લોમ્રોર 5 બોલમાં શૂન્ય રન, ગ્લેનમેક્સવેલ 36 બોલમાં 3 ચોક્કા અને 8 સિક્સની મદદથી 76 રન બનાવ્યા હતા. શાહબાઝ અહેમદ10 બોલમાં 12 રન, દિનેશ કાર્તિક(વિકેટ કિપર) 14 બોલમાં 28 રન, સુયાશ પ્રભુદેસાઈ 11બોલમાં 19 રન, વાયને પર્નેલ 5 બોલમાં 2 રન અને વાનિન્ડુ હસરંગા 2 બોલમાં 2 રન(નોટઆઉટ) બનાવ્યા હતા. ટીમને બેટિંગ દરમિયાન 11 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 20 ઓવરમાં 8વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સની બોંલીગઃ આકાશસિંહ 3 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે 4 ઓવરમાં 45 રન આપી 3વિકેટ ઝડપી હતી. મહીશ થીકસાના 4 ઓવરમાં 41 રન આપી 1 વિકેટ લીધી હતી. રવિન્દ્રજાડેજા 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. મથીશા પથીરાના 4 ઓવરમાં 42 રન આપી 2 વિકેટ ઝડપીહતી. મોઈન અલી 1 ઓવરમાં 13 રન આપી એક વિકેટ લીધી હતી.

પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table) આજની મેચના પરિણામ પછી પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 8પોઈન્ટ, બીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 6 પોઈન્ટ, ત્રીજા નંબરે ચેન્નાઈ સુપરકિંગ્સ 6 પોઈન્ટ, ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 6 પોઈન્ટ અને પાંચમા નંબરે પંજાબ કિંગ્સ6 પોઈન્ટ હતા. કોલક્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 4પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સશૂન્ય પોઈન્ટ હતા.

CSK vs RCB : જો આપણે અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ, તો ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પર આગળ છે. IPLમાં અત્યાર સુધી બંને ટીમો 31 મેચોમાં સામસામે આવી ચુકી છે, જેમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સે 20 મેચ જીતી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ અનિર્ણિત રહી હતી. આંકડાની દૃષ્ટિએ CSK RCB કરતાં ઘણું આગળ છે. CSK એ છેલ્લી 5 મેચમાંથી 4માં જીત મેળવી છે. જોકે, 4 મે 2022ના રોજ પુણેમાં રમાયેલી છેલ્લી મેચમાં RCBએ CSKને 13 રનથી હરાવ્યું હતું.

ધોનીની રમત પર સસ્પેન્સ : રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી તેની છેલ્લી મેચમાં સીએસકેનો કેપ્ટન લપસતો જોવા મળ્યો હતો. ધોનીને ઘૂંટણમાં મામૂલી ઈજા થઈ છે, તેથી આજે રોયસ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ધોની રમશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે. જોકે, CSKના CEO કાશી વિશ્વનાથને રવિવારે આશા વ્યક્ત કરી હતી કે ધોની આરસીબી સામેની મેચમાં રમશે.

IPL 2023માં બંન્ને ટીમોનું અત્યાર સુધીનું પ્રદર્શન : IPLની 16મી સીઝનમાં અત્યાર સુધી CSK અને RCB વચ્ચે 4-4 મેચ રમાઈ છે અને બંન્ને ટીમોએ 2-2 મેચ જીતી છે. બંન્ને ટીમોના 4-4 પોઈન્ટ છે પરંતુ સારા રન રેટના કારણે CSK છઠ્ઠા અને RCB પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. બંન્ને ટીમો વચ્ચે આજે જોરદાર મુકાબલો થવાની આશા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ધોનીની કેપ્ટન્સીવાળી CSK અને ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન્સીવાળી RCB વચ્ચે કઈ ટીમ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતે છે.

આ પણ વાંચો : GT vs KKR : પંડ્યાએ વિચાર્યું ન હતુ કે, પ્રથમ પાવરપ્લે પછી હારી જઈશુ, મામુલી ભૂલથી મેચ ગુમાવી

ચેન્નાઈ સુપર કિંગ્સનું સંભવિત પ્લેઈંગ-11 : રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ/આકાશ સિંહ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (સી/ડબલ્યુકે), ડ્વેન પ્રિટોરિયસ/મતિશ પાથિરાના, મહેશ તિક્ષાના, તુષાર દેશપાંડે

આ પણ વાંચો : Arjun Tendulkar IPL Debut: અર્જુને IPL ડેબ્યુ કર્યું, ટ્વીટર પર જોવા મળ્યું સચીન કે 'દિલ સે'

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સંભવિત પ્લેઈંગ-11 : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટમાં), વાનિન્દુ હસરાંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વૈશાખ વિજયકુમાર

Last Updated :Apr 17, 2023, 11:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.