ETV Bharat / sports

BCCI Take Action On Virat Kohli : BCCIએ કિંગ કોહલી પર ફટકાર્યો દંડ, IPLના નિયમનું કર્યુ હતું ઉલ્લંઘન

author img

By

Published : Apr 19, 2023, 10:22 AM IST

Etv BharatBCCI Take Action On Virat Kohli
Etv BharatBCCI Take Action On Virat Kohli

આરસીબીના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને બેવડી મારનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ RCBને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ BCCIએ કિંગ કોહલી પર દંડ ફટકાર્યો છે.

નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દંડ ફટકાર્યો છે. IPLની 24મી મેચ દરમિયાન વિરાટ કોહલી પર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. આ કારણે કોહલીને મેચ ફીના 10 ટકા દંડ ભરવો પડશે. આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં CSKનો RCB પર 8 રનથી વિજય થયો હતો. આરસીબીએ મેચ જીતવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ હાર મળી. આ પહેલા RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પર 12 લાખ રૂપિયાની ફિલ્ડિંગ પેનલ્ટી લગાવવામાં આવી છે.

આ પણ વાંચો: IPL 2023: જ્યારે 2 ભાઈઓ મળ્યા... મેચ બાદ જોવા મળ્યો ધોની-વિરાટનો બ્રોમાંસ, વીડિયો વાયરલ

IPL આચાર સંહિતાનો ભંગ: વિરાટ કોહલીને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. CSK તરફથી બેટિંગ કરતી વખતે ડેવોન કોનવેએ 45 બોલમાં 83 રન અને શિવમ દુબેએ 27 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓની અડધી સદીની ઇનિંગ્સે CSKને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું. જેના કારણે ચેન્નાઈની ટીમે 6 વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા હતા. તે જ સમયે, ગ્લેન મેક્સવેલના 36 બોલમાં 76 અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના 33 બોલમાં 62 રન હોવા છતાં CSK બોલરોએ RCBને લક્ષ્ય સુધી પહોંચવા દીધું ન હતું. બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને CSKને જીત અપાવી હતી.

આ પણ વાંચો: One Family Dinner: સચિન સહિત મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તિલક વર્માના ઘરે ડિનર લીધું

ગુનો કબૂલ કર્યો છે: આઈપીએલના અહેવાલો મુજબ, કોહલીએ આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો કબૂલ કર્યો છે. આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે. આ અહેવાલોમાં ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ એવી અટકળો છે કે કોહલી દ્વારા CSKના બેટ્સમેન શિવમ દુબેની વિકેટની ઉજવણી કરવા બદલ આ દંડ લગાવવામાં આવ્યો હતો. શિવમ દુબે 17મી ઓવરમાં મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ થયો હતો. જણાવી દઈએ કે, વિરાટ કોહલી આ મેચમાં સારી બેટિંગ કરી શક્યો નહોતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.