ETV Bharat / sports

Ind Vs Eng: લીડ્સમાં જસપ્રીત બુમરાહ રચશે ઈતિહાસ, તોડશે કપિલ દેવનો રેકોર્ડ

author img

By

Published : Aug 25, 2021, 12:44 PM IST

Ind Vs Eng: લીડ્સમાં જસપ્રીત બુમરાહ રચશે ઈતિહાસ, તોડશે કપિલ દેવનો રેકોર્ડ
Ind Vs Eng: લીડ્સમાં જસપ્રીત બુમરાહ રચશે ઈતિહાસ, તોડશે કપિલ દેવનો રેકોર્ડ

ભારત માટે અત્યાર સુધી 7 બોલરો ટેસ્ટ ક્રિકેટમાં 100થી વધારે વિકેટ ઝડપી ચૂક્યા છે. આ યાદીમાં કપિલ દવે, ઝહીર ખાન, જવાગલ શ્રીનાથ, ઈશાંત શર્મા, કરસન ધાવરી, ઈરફાન પઠાણ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે.

  • કપિલ દેવે 25 ટેસ્ટમાં પૂરી કરી હતી 100 વિકેટ
  • બુમરાહ પાસે કપિલ દેવનો રેકોર્ડ તોડવાની તક
  • બુમરાહે 22 ટેસ્ટમાં ઝડપી છે 95 વિકેટ

નવી દિલ્હી: બુધવારના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લીડ્સમાં શરૂ થશે. આ મેચ ભારતના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ માટે ખાસ બની શકે છે. તેઓ માત્ર 100 વિકેટથી 5 વિકેટ દૂર છે. બુમરાહ 22 ટેસ્ટ મેચમાં 95 વિકેટ ઝડપી ચૂક્યો છે અને જો તે લીડ્સમાં ઈંગ્લેન્ડના 5 બેટ્સમેનનને આઉટ કરી દેશે તો તે મહાન ઓલરાઉન્ડર કપિલ દેવનો રેકોર્ડ તોડી શકશે. સૌથી ઝડપી 100 વિકેટ લેનારો ઝડપી બોલર બનશે.

ભારતમાં 100થી વધારે વિકેટ ઝડપી ચૂક્યા ખેલાડીઓ

જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનારો પેસ બોલર બની શકશે. કપિલ દેવની વાત કરીએ તો તેણે 25 ટેસ્ટ મેચમાં 100 વિકેટ પૂરી કરી હતી. આ સિદ્ધિ મેળવતાની સાથે જ બુમરાહ મનોજ પ્રભાકર (96 વિકેટ) અને વેંકટેશ પ્રસાદ (95 વિકેટ)ને પાછળ છોડી દેશે. ભારત માટે અત્યાર સુધી 7 બોલરો ટેસ્ટ ક્રિકેટમાં 100થી વધારે વિકેટ ઝડપી ચૂક્યા છે. આ યાદીમાં કપિલ દવે, ઝહીર ખાન, જવાગલ શ્રીનાથ, ઈશાંત શર્મા, કરસન ધાવરી, ઈરફાન પઠાણ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. ઓવરઓલ ભારત માટે ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરમાં અનિલ કુંબલે ટોપ પર છે. તેના નામે 619 વિકેટ છે. જ્યારે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે છે. તેણે પોતાની 18મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

આ પણ વાંચો: BCCI દ્વારા વાર્ષિક કરારની જાહેરાત, વિરાટ, રોહિત અને બુમરાહ ટોપ ગ્રેડમાં શામેલ, મળશે 7-7 કરોડ રૂપિયા

ટેસ્ટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનારા બોલર

  • અનિલ કુંબલે 132 ટેસ્ટ મેચ 619 વિકેટ
  • કપિલ દેવ 131 ટેસ્ટ મેચ 434 વિકેટ
  • હરભજન સિંહ 103 ટેસ્ટ મેચ 417 વિકેટ
  • આર.અશ્વિન 79 ટેસ્ટ મેચ 413 વિકેટ
  • ઈશાંત શર્મા 103 ટેસ્ટ મેચ 311 વિકેટ
  • ઝહીર ખાન 92 ટેસ્ટ મેચ 311 વિકેટ

શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે બુમરાહ

બુમરાહ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે 2 મેચમાં 12 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેણે ટ્રેન્ટ બ્રિજની પહેલી ઈનિંગ્સમાં 4 અને બીજી ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. લોર્ડ્સ ટેસ્ટમાં તેણે બોલ અને બેટ બંનેથી કમાલ કરી હતી. તેણે બીજા દાવમાં મોહમ્મદ શમીની સાથે 9મી વિકેટ માટે 89 રનની અતૂટ ભાગીદારી કરી હતી. તેના પછી તેણે ઈંગ્લેન્ડની ત્રણ વિકેટ ઝડપી હતી અને ભારતની 151 રનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: ICC ODI Rankings: કોહલી પ્રથમ સ્થાને યથાવત, બુમરાહ ચોથા સ્થાને ધકેલાયો

ઈશાંત પાસે ઝહીરથી આગળ નીકળવાની તક

લીડ્સમાં બુમરાહની પાસે 100 વિકેટ લેવાની તક છે. તો ઈશાંત શર્માની પાસે પણ ઝહીર ખાનથી આગળ નીકળવાની તક રહેશે. ટેસ્ટ મેચમાં ઈશાંત અને ઝહીર ખાનના નામે 311 વિકેટ છે. ઝહીરે 92 ટેસ્ટ મેચમાં 311 વિકેટ ઝડપી છે. તો ઈશાંતે ત્યાં સુધી પહોંચવામાં 103 ટેસ્ટ મેચ રમી છે. ઈશાંત લીડ્સમા એક વિકેટ મેળવશે એટલે તે ઝહીર ખાનને પાછળ છોડી દેશે અને ભારતનો પાંચમો સૌથી સફળ બોલર બની જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.