T20 WC : સેમીફાઇનલમાં પાકિસ્તાનનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય

author img

By

Published : Nov 12, 2021, 6:53 AM IST

T20 WC : સેમીફાઇનલમાં પાકિસ્તાનનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય

ટી - 20(T20 WC) વર્લ્ડકપના સેમીફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે દમદાર વિજય પ્રાપ્ત કર્યો છે. એક સમયે એવું લાગતું હતું કે આ મેચ પાકિસ્તાનના પક્ષમાં છે પણ મેથ્યુ હેડનના કારણે ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચ્યું છે.

  • ટી - 20 વર્લ્ડકપના ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાનો પ્રવેશ
  • સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પછાડ્યું
  • વોર્નરની બેટિંગએ ઑસ્ટ્રેલિયાને અપાવ્યો વિજય

ન્યૂઝ ડેસ્ક: ગુરુવારે ટી-20 વર્લ્ડકપ(T20 WC) સીરિઝમાં પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા(Pakistan vs Australia Semi Final) વચ્ચે રસાકરી ભર્યો મેચ યોજાયો હતો જો કે ઑસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડનના 19માં ઓવરમાં લગાવવામાં આવેલા 3 છક્કાના કારણે જેમાં ઑસ્ટ્રેલિયા પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. 177 રનના ટાર્ગેટ સાથે મેદાને ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત નબળી રહી હતી પહેલી ઓવરમાં વોર્નર અને ફ્રિંચ એક પણ રન બનાવી શક્યા ન હતાં, સ્મિથ અને મેક્સવેલ પણ ઝડપથી આઉટ થઇ ગયા હતાં એક સમયે ઓસ્ટ્રેલિયાને 24 બોલમાં 50 રનની જરૂર હતી અને એવું લાગી રહ્યું હતું કે આ મેચમાં પાકિસ્તાનનો વિજય નિશ્ચિત છે તેમ છતાં ઑસ્ટ્રેલિયા આ મેચ પોતાના પક્ષમાં કરવામાં સફળ રહ્યું હતું

પાકિસ્તાને ઑસ્ટ્રેલિયાને આપી હતો વિશાળ લક્ષ્યાંક

ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો છતાં પણ પાકિસ્તાને 176 રન ખડકીને ઑસ્ટ્રેલિયાને ટફ ફાઇટ આપી હતી. કેપ્ટન બાબરે 39 રન જ્યારે મહોમ્મદ રિઝવાને 67 રન ફટકાર્યા હતાં. જો કે સમગ્ર પાકિસ્તાની ટીમએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 176 રનનો મજબૂત ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો: T20 WORLD CUP 2021: ન્યૂઝીલેન્ડની અફઘાનિસ્તાન સામે જીત, ભારતનું સપનું રોળાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.