ETV Bharat / sports

Womens T20 World Cup: પાકિસ્તાનની હાર નિશ્ચિત! આ ભારતીય ખેલાડીઓ બદલી શકે છે મેચ

author img

By

Published : Feb 12, 2023, 12:09 PM IST

Women T20 World Cup 2023
Women T20 World Cup 2023

India vs Pakistan: મહિલા ટી20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 12 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. આ મેચમાં ભારતીય ટીમના આ ખેલાડીઓ પોતાના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાનને હરાવી શકે છે. મહિલા ભારતીય ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના પાકિસ્તાન સામે મહત્વની ભૂમિકા ભજવશે.

નવી દિલ્હી: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે શુક્રવાર, 10 ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યે રમાઈ હતી. આ મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ રમાશે. આ બંને ટીમો વચ્ચેની આ મેચ ઘણી રોમાંચક બની શકે છે. આ મેચમાં ભારતીય ટીમના આ ખેલાડીઓ પાકિસ્તાન પર ભારે પડી શકે છે. એટલા માટે તમામની નજર આ ખેલાડીઓના પ્રદર્શન પર ટકેલી છે.

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે: ભારતીય ટીમ પાકિસ્તાન સામે 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં સાંજે 6.30 કલાકે મેચ રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની ખેલાડીઓ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને રિશા ઘોષના પ્રદર્શન પર ચાહકોની નજર રહેશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ત્રણ ખેલાડીઓ મેચનો પલટો ફેરવી શકે છે જેનાથી પાકિસ્તાની ટીમની મુશ્કેલીઓ વધી જશે.

આ ખેલાડીઓ બદલી શકે છે મેચ: મહિલા ભારતીય ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના પાકિસ્તાન સામે મહત્વની ભૂમિકા ભજવશે. જણાવી દઈએ કે મંધાના ટીમની મુખ્ય બેટ્સમેન છે. મંધાનાએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 11 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાંથી મંધાનાએ 27.32ની એવરેજ અને 123.13ની સ્ટ્રાઈક રેટથી કુલ 2651 રન બનાવ્યા છે.

આ પણ વાંચો IND VS AUS : જાણો શા માટે ICCએ રવિન્દ્ર જાડેજા પર લગાવ્યો જૂર્માનો

ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન: ભારતીય ટીમે તાજેતરમાં યુવા ઓપનર શેફાલી વર્માની કેપ્ટન્સીમાં મહિલા અંડર-19 વર્લ્ડ કપ 2023 જીત્યો છે. અંડર-19 વર્લ્ડ કપમાં શેફાલી વર્માએ ઝડપી બેટિંગ કરતા 7 મેચમાં 193.26ના સ્ટ્રાઈક રેટથી 172 રન બનાવ્યા છે. શેફાલી વર્મા અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાની વિકેટકીપર રિચા ઘોષમાં એક જ ક્ષણમાં મેચનો પલટો ફેરવવાની શક્તિ છે. રિચા ઘોષે ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 30 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 134.27ની સ્ટ્રાઇક સાથે 427 રન બનાવ્યા છે.

આ પણ વાંચો IND VS AUS FIRST TEST: પ્રથમ ટેસ્ટમાં ભારતનો પારી અને 130 રને ભવ્ય વિજય

ભારત મહિલા ટીમ: જેઆઈ રોડ્રિગ્સ, એચ દેઓલ, શફાલી વર્મા, એચ કૌર(સી), ડીબી શર્મા, ડીપી વૈદ્ય, રિચા ઘોષ, એસ પાંડે, પી વસ્ત્રાકર, રેણુકા સિંહ, કે અંજલિ સરવાણી

પાકિસ્તાન મહિલા ટીમ: જવેરિયા ખાન, ઓમૈમા સોહેલ, આલિયા રિયાઝ, નિદા દાર, બિસ્માહ મરૂફ(સી), કૈનાત ઈમ્તિયાઝ, મુનીબા અલી, સિદ્રા નવાઝ, નશરા સંધુ, સના ફાતિમા, આઈમાન અનવર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.