ETV Bharat / sports

વર્લ્ડ કપ 2023 માટે હોકી ટીમ ઈન્ડિયાને નવી જર્સી મળી

હોકી વર્લ્ડ કપ 2023 ભુવનેશ્વર અને રાઉરકેલામાં (Indian Hockey Team) તારીખ 13 થી તારીખ 29 જાન્યુઆરી દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો વચ્ચે 44 મેચો રમાશે. જેમાં ભારતીય હોકી ટીમનો(Team India) મુકાબલો સ્પેનની ટીમ સાથે થશે.

વર્લ્ડ કપ 2023 માટે હોકી ટીમ ઈન્ડિયાને નવી જર્સી મળી
વર્લ્ડ કપ 2023 માટે હોકી ટીમ ઈન્ડિયાને નવી જર્સી મળી
author img

By

Published : Jan 13, 2023, 2:14 PM IST

નવી દિલ્હી તારીખ 13 જાન્યુઆરીથી હોકી મેન્સ વર્લ્ડ કપ 2023ની (Hockey World Cup 2023) 15મી આવૃત્તિની યજમાની માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ભુવનેશ્વરમાં રમાશે. ભારતીય હોકી ટીમ તેની પ્રથમ મેચ રાઉરકેલામાં સ્પેન સામે રમશે. ટીમ ઈન્ડિયાએ 1975માં હોકી વર્લ્ડ કપ જીત્યો હતો. ફરી એકવાર ભારતીય ચાહકો (Indian Hockey Team New Jersey) ટીમ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. આજે યોજાનાર વર્લ્ડ કપ પહેલા ભારતીય હોકી ટીમને નવી જર્સી મળી છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને લોકો પણ નવી જર્સીને પસંદ કરી રહ્યા છે. જોકે મેચ કોઇ પણ હોય ભારતની ટીમને લઇને ભારતીયનો ઉત્સાહ અનોખો હોય છે.

આ પણ વાંચો ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંચ જુદી જુદી ભાષામાં કોમેન્ટ્રી, સંસ્કૃત ફર્સ્ટ

કુલ ચાર મેચ રમાશે હોકી વર્લ્ડ કપમાં પ્રથમ દિવસે કુલ ચાર મેચ રમાશે. ભારતીય હોકી ટીમના ખેલાડી મનપ્રીત સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટીમને મળેલી નવી જર્સીનો ફોટો શેર કર્યો છે. તેની આ પોસ્ટ પર ચાહકોએ ઘણી કોમેન્ટ કરી છે. મનપ્રીત સિંહની પોસ્ટમાં બે તસવીરો દેખાઈ રહી છે. એક ફોટોમાં મનપ્રીત હાર્દિક રાજ સાથે જોવા મળે છે અને બીજા ફોટોમાં આખી ઈન્ડિયા હોકી ટીમ એકસાથે બેઠેલી જોવા મળે છે. ભારતીય ટીમ હોકી વર્લ્ડ 2023માં પૂલ ડીમાં છે અને તેની પ્રથમ મેચ સ્પેન સામે થશે.

ટુર્નામેન્ટમાં સ્પર્ધા રોમાંચક ટુર્નામેન્ટમાં સ્પર્ધા રોમાંચક બની શકે છે. જેમાં ભારત અને સ્પેનની હોકી ટીમ (Indian Hockey Team) એકબીજા સાથે સ્પર્ધા કરતી જોવા મળી શકે છે. બીજી તરફ, બંને ટીમોના અત્યાર સુધીના રેકોર્ડ પર નજર કરીએ તો ભારતનો ઉપરનો હાથ દેખાય છે. જો આ બંને ટીમોની જીતની ટકાવારીની વાત કરીએ તો ભારતે સ્પેન સામે 43.33 ટકા મેચ જીતી છે જ્યારે સ્પેને 36.67 ટકા મેચ જીતી છે.

  • The stage is set, the players are warmed up, and the nation is ready for the FIH Odisha Hockey Men's World Cup 2023 Bhubaneswar-Rourkela.

    Less than 24 hours until the World Cup kicks off! pic.twitter.com/GwdQ032ONL

    — Hockey India (@TheHockeyIndia) January 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો India vs Sri Lanka: T20 સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ, ODI સિરીઝમાં ફરી જોવા મળશે

પ્રથમ હોકી મેચ આ સિવાય 20 ટકા મેચ ડ્રો રહી છે. મેન્સ ઓલિમ્પિક ગેમ્સ 1948માં ભારત અને સ્પેનની ટીમ વચ્ચે પ્રથમ હોકી મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 2-0થી જીત મેળવી હતી. આ સિવાય 1964માં ફરી એકવાર બંને ટીમો સામસામે આવી હતી પરંતુ આ મેચ ડ્રો રહી હતી. તે પછી ભારત અને સ્પેન વચ્ચે હોકી પ્રો લીગ 2022-23માં છેલ્લી મેચ રમાઈ હતી. પરંતુ તે મેચ પણ 2-2થી ડ્રો રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.