ETV Bharat / sports

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો 5મો દિવસ, જાણો આજના મેચોનું શેડ્યૂલ..

author img

By

Published : Aug 8, 2021, 7:32 AM IST

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો 5મો દિવસ, જાણો આજના મેચોનું શેડ્યૂલ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો 5મો દિવસ, જાણો આજના મેચોનું શેડ્યૂલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો પાંચમો આજે 5 દિવસ છે. ત્યારે દેશ અને દુનિયામાં આજે ક્યારે અને ક્યાં મેચ રમાશે તે જાણો...

  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના 5 મો દિવસ
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બપોરે 3.3
  • ભારતને જીતવા માટે માત્ર 157 રનની જરૂર

નવી દિલ્હી: 8 ઓગસ્ટ એટલે કે, રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના 5 માં દિવસે ક્રિકેટ પ્રેમીઓને એક રોમાંચક મેચ જોવા મળશે. આ સિવાય ધ હન્ડ્રેડ લીગ, રોયલ લંડન વન ડે કપ અને તમિલનાડુ પ્રીમિયર લીગ (tamil nadu premier league) માં પણ આ રમતનો રોમાંચ ચાલું રહેશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બપોરે 3.30 થી નોટિંગહામમાં રમાશે. ભારતને જીતવા માટે માત્ર 157 રનની જરૂર છે. જ્યારે નવ વિકેટ બાકી છે.

જસપ્રીત બુમરાહે પોતાની કારકિર્દીમાં છઠ્ઠી વખત ઇનિંગમાં 5 વિકેટ ઝડપી

જસપ્રીત બુમરાહે પોતાની કારકિર્દીમાં છઠ્ઠી વખત ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જેથી બીજી ઇનિંગમાં જો રૂટની સદી હોવા છતાં ઇંગ્લેન્ડને મોટો સ્કોર કરતા અટકાવ્યો હતો. આ પછી, ભારતે સરળ શરૂઆત કરી અને શનિવારના રોજ અહીં પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના ચોથા દિવસે સકારાત્મક પરિણામની આશા જાગી હતી. 209 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ચોથા દિવસની રમતના અંતે એક વિકેટે 51 રન બનાવ્યા હતા. આમ, પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવવા માટે હવે તેમને માત્ર 157 રનની જરૂર છે. ઈંગ્લેન્ડે કેપ્ટન રૂટની 109 રનની ઈનિંગની મદદથી પોતાના બીજા દાવમાં 303 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: ભારતના ઈતિહાસમાં એથલેટિક્સમાં પ્રથમ ગોલ્ડ, નિરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં મારી બાજી

ઇંગ્લેન્ડે પોતાની પ્રથમ ઇનિંગમાં 183 રન બનાવ્યા

ઇંગ્લેન્ડે પોતાની પ્રથમ ઇનિંગમાં 183 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 278 રન બનાવ્યા હતા અને 95 રનની લીડ મેળવી હતી. રૂટે ઉત્તમ બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 172 બોલનો સામનો કર્યો અને 14 ચોગ્ગા ફટકાર્યા પરંતુ તેને બીજા છેડેથી ટેકો મળ્યો નહીં. ઇંગ્લેન્ડના અન્ય બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી પરંતુ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બુમરાહે (64 રનમાં 5) ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની લપેટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે પ્રથમ ઈનિંગની જેમ તેની ઉત્કૃષ્ટ ગતિ જાળવી રાખી હતી.

લીગમાં પણ રોમાંચ ચાલુ રહેશે

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ ઉપરાંત, ધ હન્ડ્રેડ લીગ, રોયલ લંડન કપ અને તમિલનાડુ પ્રીમિયર લીગ સામે પણ મેચ રમાશે.હન્ડ્રેડમાં, આજે પુરુષ અને મહિલા બંનેમાં માત્ર એક જ મેચ રમાશે. તમિલનાડુ પ્રીમિયર લીગમાં પણ બે મેચ રમાશે. રોયલ વન ડે કપમાં સાત મેચ રમાશે. ધ હન્ડ્રેડમાં, ઓવલ વિ ટ્રેન્ટ રોકેટ મેચ પુરુષ અને મહિલા બંનેમાં રમાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.