ETV Bharat / sports

Ravindra Jadeja Gift to MS Dhoni : કેપ્ટનને મનચાહી ભેટ ન આપી શકવાથી જાડેજા દુખી, ​​ધોનીની 200મી મેચને યાદગાર ન બનાવી શક્યો

author img

By

Published : Apr 13, 2023, 12:48 PM IST

Etv BharatRavindra Jadeja Gift to MS Dhoni
Etv BharRavindra Jadeja Gift to MS Dhoni at

ચેન્નાઈ સુપર કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની વધુ એક મોટી સિદ્ધિ ઉમેર્યા બાદ પણ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેના કેપ્ટનને જોઈતી ભેટ ન આપી શક્યો હોવાથી તે દુખી છે.

ચેન્નાઈઃ IPL 2023માં મહેન્દ્ર સિંહ ધોનીના નામ સાથે વધુ એક મોટી ઉપલબ્ધિ જોડાઈ, પરંતુ તે આ મેચને યાદગાર બનાવી શક્યો નહીં. બુધવારે રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે પોતાની 200મી મેચ રમી રહેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી શક્યા ન હતા. બીજી તરફ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ પોતાના કેપ્ટનને જોઈતી ભેટ ન આપી શકવાને કારણે ઉદાસ દેખાઈ રહ્યો હતો.

આઈપીએલમાં 213 વખત કેપ્ટનશિપ: IPLના ઈતિહાસમાં 237 મેચો સાથે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. આઈપીએલમાં તેણે 213 વખત કેપ્ટનશિપ કરી છે. CSK ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીએ 2016માં પુણે સુપરજાયન્ટ્સનું પણ નેતૃત્વ કર્યું હતું.

આ પણ વાંચો: Rohit Sharma Selfi With Fans : રોહિત શર્માએ મેચ સાથે જીત્યુ દિલ્હીવાસીઓનું દિલ, આવી રીતે કરી ઉજવણી

ચેન્નાઈ 3 રને મેચ હારી ગઈ હતી: ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મેચ પહેલા ધોનીના રેકોર્ડની પ્રશંસા કરી હતી અને તેને ભારતીય ક્રિકેટ અને CSK બંને માટે લેજેન્ડ ગણાવ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે, આ મેચમાં રોયલ્સને હરાવવું એ કેપ્ટન તરીકે પોતાની 200મી મેચ રમી રહેલા ધોનીનું સન્માન કરવાનો સારો રસ્તો હશે. પરંતુ આવું ન થઈ શક્યું અને જાડેજા અને ધોની બંને મળીને છેલ્લી ઓવરમાં જરૂરી 21 રન બનાવી શક્યા ન હતા. બંને છેલ્લી ઓવરમાં માત્ર 17 રન બનાવી શક્યા હતા, જેના કારણે ચેન્નાઈ 3 રને મેચ હારી ગઈ હતી.

આ પણ વાંચો: IPL 2023 records: IPLમાં કોઈપણ એક ટીમ માટે આટલી મેચમાં કેપ્ટનશીપ કરનાર ધોની ચેપોકમાં સન્માનિત

200મી મેચને યાદગાર બનાવી ન શક્યો: જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લી ઓવરમાં બેટિંગ કરી રહી હતી ત્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતે ક્રીઝ પર હાજર હતા. બંનેને છેલ્લા 12 બોલમાં 40 રનની જરૂર હતી. હોલ્ડરની 19મી ઓવરમાં બંનેએ 19 રન ફટકાર્યા હતા અને આશા જગાવી હતી. પરંતુ સંદીપ શર્માની છેલ્લી ઓવરમાં ધોનીએ બીજા અને ત્રીજા બોલમાં બે સિક્સર ફટકારી હતી, પરંતુ જ્યારે છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી ત્યારે તે માત્ર એક રન બનાવી શક્યો હતો, જેના કારણે તે તેની 200મી મેચને યાદગાર બનાવી શક્યો ન હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.