ETV Bharat / sports

સાઉથેમ્પ્ટન પિચ પર ઓછું ઘાસ ઇચ્છે છે વિલિયમ્સન

author img

By

Published : Jun 8, 2021, 9:26 AM IST

સાઉથેમ્પ્ટન પિચ પર ઓછું ઘાસ ઇચ્છે છે વિલિયમસન
સાઉથેમ્પ્ટન પિચ પર ઓછું ઘાસ ઇચ્છે છે વિલિયમસન

ICCની વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં વિલિયમ્સને કહ્યું, ભારતનો શાનદાર હુમલો છે. તે એક મહાન ટીમ છે. અમે આજે ભારતીય ટીમના હુમલામાં તે જ તીવ્રતા જોઇ રહ્યા છીએ જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું છે. તેની ઝડપી બોલિંગ હોઈ છે અથવા સ્પિન, ભારતીય બોલિંગમાં ઘણી વિવિધતા અને શક્તિ છે.

  • સાઉથેમ્પ્ટન પિચ પર વધારે ઘાસ ન હોવું જોઈએ
  • ભારતીય બોલિંગને કેપ્ટન કેન વિલિયમસને તેજસ્વી ગણાવી
  • ક્યુરેટરે પિચ પર ઓછું ઘાસ રાખવું જોઈએ

લંડન: ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનું ધ્યાન હવે ધીરે-ધીરે ભારત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC) તરફ આગળ વધી રહ્યું છે. તેથી જ વિલિયમ્સને કહ્યું છે કે, 18મી જુનથી યોજાનારી આ મેચ માટે સાઉથેમ્પ્ટન પિચ પર વધારે ઘાસ ન હોવું જોઈએ. વિલિયમ્સને ભારતીય બોલિંગને તેજસ્વી ગણાવી હતી અને એમ પણ કહ્યું હતું કે તેની ઊંડાઈ ઘણી છે.

આ પણ વાંચો: ટી-20 વર્લ્ડ કપ ભારતની બહાર રમાવાનો નિશ્ચિત, ICCને અપાઈ આંતરિક માહિતી

વિલિયમ્સને સાઉથેમ્પ્ટન પિચ વિશે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો

ICCની વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં વિલિયમ્સને કહ્યું, "હા, ભારતનો શાનદાર હુમલો છે. તે એક મહાન ટીમ છે. અમે આજે ભારતીય ટીમના હુમલામાં તે જ તીવ્રતા જોઇ રહ્યા છીએ જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું છે. તે ઝડપી બોલિંગ હોઈ શકે. અથવા સ્પિન, ભારતીય બોલિંગમાં ઘણી વિવિધતા અને શક્તિ છે. વિલિયમ્સને સાઉથેમ્પ્ટન પિચ વિશે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ઇંગ્લેન્ડમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી ક્યુરેટરે પિચ પર ઓછું ઘાસ રાખવું જોઈએ.

આ પણ વાંચો: ભારતીય ટીમ WTC પહેલા ક્વોરોન્ટાઈનમાં રહેશે: ICC

WTCની ફાઇનલ 18થી 22 જૂન દરમિયાન સાઉથેમ્પ્ટનના એજસ બાઉલ સ્ટેડિયમમાં યોજાશે

કેને કહ્યું, તેમાં ઘાસ કાઢી નાખવું જોઈએ અને તે પણ સારી રીતે રોલ થવું જોઈએ. વરસાદ જોતાં ક્યુરેટર પિચ પર ઘાસ ઓછો રાખવો જોઈએ. અહીંનું વાતાવરણ અલગ છે અને અહીં ડ્યુક્સ બોલનો સામનો કરી રહ્યો હશે.. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે WTCની ફાઇનલ 18થી 22 જૂન દરમિયાન સાઉથેમ્પ્ટનના એજસ બાઉલ સ્ટેડિયમમાં યોજાવાની છે. કિવિ ટીમ ઘણા સમય પહેલા ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી યજમાન ટીમ સાથે એક ટેસ્ટ શ્રેણી રમી રહી છે. જ્યારે 3 જૂને ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ ભારતીય ટીમ એકલતામાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.