ETV Bharat / sports

સૌરવ ગાંગુલીએ કહ્યું- ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, પણ...

author img

By

Published : Jul 12, 2020, 1:53 PM IST

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શનિવારે કહ્યું હતું કે, ભારતીય ટીમ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, પરંતુ ગાંગુલીએ ખેલાડીઓ માટે ક્વોરન્ટાઇનના દિવસોની સંખ્યા થોડી ઓછી હોવાની આશા દર્શાવી છે.

BCCI chief Sourav Ganguly confirms Australia tour
BCCI chief Sourav Ganguly confirms Australia tour

નવી દિલ્હીઃ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ચાર ટેસ્ટ મેચો માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ કરવાના છે. ભારતે 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મૅચોની સીરિઝ 2-1થી જીતી હતી.

ડિસેમ્બરમાં અમે આવીશું

ઓસ્ટ્રેલિયાએ મેલબર્ન ઉપરાંત પોતાના બીજા સૌથી મોટા શહેરમાં કોરોના વાઇરસના પ્રસારને નિયંત્રિત કરવામાં આવ્યા છે. તમને જણાવીએ કે, મેલબર્નમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગાંગુલીએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, હા, હા અમે એ પ્રવાસની પુષ્ટિ કરી છે. ડિસેમ્બરમાં અમે આવીશું. અમને આશા છે કે, ક્વોરન્ટાઇન દિવસોની સંખ્યા થોડી ઓછી થશે. કારણ કે, અમે ઇચ્છતા નથી કે, ખેલાડી આટલી દૂર સુધી જાય અને ત્યાં બે અઠવાડિયા સુધી હોટલના રુમમાં બેઠા રહે. આ ખૂબ જ કષ્ટદાયત અને નિરાશાજનક હશે.

BCCI chief Sourav Ganguly confirms Australia tour
BCCI chief Sourav Ganguly confirms Australia tour

બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 'જેવું મેં કહ્યું કે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ મેલબર્નને છોડીને સારી સ્થિતિમાં છે. આ માટે આ દ્રષ્ટિકોણથી અમે ત્યાં જઇ રહ્યાં છીએ અને આશા છે કે, ક્વોરન્ટાઇનના દિવસ ઓછા હશે અને આપણે ક્રિકેટમાં પરત આવી શકે છે.'

આ કઠિન સીરીઝ થવા જઇ રહી છે

વેસ્ટ ઇન્ડિઝ ટીમે ત્રણ ટેસ્ટ પ્રવાસ માટે 9 જૂને ઇંગ્લેન્ડમાં ઉતરવા બાદ 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રાખશે. આ સીરિઝ 8 જુલાઇથી શરુ થઈ છે અને જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીને ચિન્હિત કરવામાં આવશે. ગાંગુલીએ કહ્યું કે, આ એક કઠિન સીરિઝ હશે. હાલ એ સ્થિતિ નથી, જે બે વર્ષ પહેલા હતી. આપણે સારી ટીમ ઓસ્ટ્રેલિયામાં સાથે રમીશું, પરંતુ આપણી ટીમ તેટલી જ સારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.