ETV Bharat / sports

રોહિતના મેડિકલ રિપોર્ટ અંગે શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું- તેને ફરીથી ઈજા થવાનો ભય

author img

By

Published : Nov 1, 2020, 6:05 PM IST

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીએ રોહિત શર્મા વિશે કહ્યું કે, તેમને ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય પસંદગીકારોએ તેમનો મેડિકલ રિપોર્ટ જોયા બાદ લીધો હતો.

રોહિતના મેડિકલ રિપોર્ટ અંગે શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું- તેને ફરીથી ઈજા થવાનો ભય
રોહિતના મેડિકલ રિપોર્ટ અંગે શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું- તેને ફરીથી ઈજા થવાનો ભય

  • ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી
  • રવિ શાસ્ત્રીની રોહિત શર્માને સલાહ
  • ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ટીમમાં રોહિતનું નામ નહીં

દુબઇ: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીએ ઓપનર રોહિત શર્માને વાપસી કરવામાં ઉતાવળ ન કરવાની સલાહ આપતા કહ્યું કે, તેમના મેડિકલ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, તેને ફરીથી ઈજા થવાનો ભય છે.

IPL દરમિયાન રોહિતને સ્નાયુમાં તણાવ આવી ગયો હતો

UAEમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન રોહિતને સ્નાયુમાં તણાવ આવી ગયો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઇ રહેલી ભારતીય ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી. જોકે, તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, ત્યારબાદ તેની ફિટનેસને લઈને અટકળો થઈ રહી હતી.

રોહિતના મેડિકલ રિપોર્ટ અંગે શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું- તેને ફરીથી ઈજા થવાનો ભય
રોહિતના મેડિકલ રિપોર્ટ અંગે શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું- તેને ફરીથી ઈજા થવાનો ભય

શાસ્ત્રીએ કહ્યું કે રોહિતને ટીમમાં સામેલ ન કરવાનો નિર્ણય પસંદગીકારોએ તેનો મેડિકલ રિપોર્ટ જોયા બાદ લીધો હતો.

BCCIની મેડિકલ ટીમ દ્વારા રોહિત પર નજર

તેમણે કહ્યું, "BCCIની મેડિકલ ટીમ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે. અમે આમાં સામેલ નથી. તેઓએ પસંદગીકારોને રિપોર્ટ સોંપ્યો છે અને તેઓ તેમના કામને સારી રીતે જાણે છે."

શાસ્ત્રીએ કહ્યું, "આ મામલે મારી કોઈ ભૂમિકા નથી અને ન તો હું પસંદગી પ્રક્રિયાનો ભાગ છું. હું જાણું છું કે તેમના તબીબી અહેવાલમાં જણાવાયું છે કે તેમને ફરીથી ઈજા પહોંચે તેવી શક્યતા છે.

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ 27 નવેમ્બરથી શરૂ થશે, જેમાં ત્રણ ટી -20 આંતરરાષ્ટ્રીય અને વન-ડે મેચની શ્રેણી ઉપરાંત ચાર ટેસ્ટ મેચ રમાવાની છે.

શાસ્ત્રીએ આપી રોહિતને સલાહ

શાસ્ત્રીએ રોહિતને સલાહ આપી હતી કે, તે એ ભૂલ ફરીથી રિપીટ ન કરે જે તેમણે તેના શરૂઆતી કરિયરના દિવસોમાં કરી હતી.

ભારતીય કોચે કહ્યું, "કોઈ ખેલાડી માટે તે ઘાયલ થાય તેનાથી વધારે દુ:ખની વાત કોઈ ન હોય શકે. કેટલીકવાર તમે મેદાન પર ઉતરવાની કોશિશ કરો છો અને જુઓ છો કે કેટલા જલ્દી પાછા આવી શકે છે. "

BCCI રોહિતની પ્રગતિ પર નજર રાખી રહ્યો છે અને તે IPL પ્લેઓફમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.