ETV Bharat / sports

NZ vs IND : T-20 શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર

author img

By

Published : Jan 16, 2020, 10:57 AM IST

Updated : Jan 16, 2020, 11:19 AM IST

new-zealand-announce-14-man-squad-for-t20i-series-against-india
new-zealand-announce-14-man-squad-for-t20i-series-against-india

હૈદરાબાદઃ ભારત સામે 5 મેચની T 20 શ્રેણી માટે ન્યુઝીલેન્ડે પોતાના 14 ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર હામીશ બેનેટને પણ સ્થાન આપ્યુ છે.

BCCIએ આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે 16 ખેલાડીઓવાળી ભારતીય T 20 ટીમની જાહેરાત 12 ડિસેમ્બરે જ કરી દીધી હતી. બંને ટીમ વચ્ચે પહેલી મેચ ઑકલેન્ડના ઈડન પાર્કમાં 24 જાન્યુઆરીએ રમાશે.

ટ્રેંટ બોલ્ટ અને લૉકી ફર્ગ્યુસન ઈજાગ્રસ્ત

ન્યૂઝીલેન્ડની ટીમના સ્ટાર ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન હાલ ઈજામાંથી બહાર આવી રહ્યાં છે. જેથી 2017 બાદ પહેલીવાર ન્યૂઝીલેન્ડમાં રમતા જોવા મળે તેવી આશા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં મુખ્ય પસંદકર્તા ગોવિન લાર્સને કહ્યું કે 32 વર્ષીય બેનેટને ટીમમાં સામેલ કરવા એ તેમનું ફોર્મ અને દઢતાનું પરિણામ છે.

પાંચ T 20 માટે ન્યૂઝીલેન્ડની ટીમ

કેન વિલિયમસન(કેપ્ટન), હામીશ બેનેટ, ટૉમ બ્રૂસ, કૉલિન ડી ગ્રૈંડહોમે, માર્ટિન ગપ્ટિલ, સ્કૉટ કુગલેઈઝન, ડેરિલ મિશેલ, કોલિન મુનરો, રૉસ ટેલર, બ્લેયર ટિકલ, મિશેલ સેંટનર, ટિમ સેફર્ટ(વિકેટકીપર), ઈશ સોઢી, ટીમ સાઉથી

Intro:Body:

dd


Conclusion:
Last Updated :Jan 16, 2020, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.