ETV Bharat / sports

લંકા પ્રીમિયર લીગને મળી લીલી ઝંડી, ઓગસ્ટમાં થશે શરૂ

author img

By

Published : Jul 28, 2020, 5:16 PM IST

ETV BHARAT
લંકા પ્રીમિયર લીગને મળી લીલી ઝંડી, ઓગસ્ટમાં થશે શરૂ

લંકા પ્રીમિયર લીગ T-20 ટૂર્નામેન્ટમાં કુલ 23 મેચ રમાડવામાં આવશે. શ્રીલંકામાં પ્રથમ વખત રમાડવામાં આવનારા આ T-20 ક્રિકેટમાં 70થી વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ભાગ લેશે.

કોલંબોઃ લંકા પ્રીમિયર લીગ T-20 ટૂર્નામેન્ટના પ્રથમ સીઝનની શરૂઆત 28 ઓગસ્ટના રોજ કરવામાં આવશે અને આનો ફાઈનલ મેચ 20 સપ્ટેમ્બરના રોજ રમાડવામાં આવશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સોમવારે આ અંગે સત્તાવાર માહિતી આપી છે.

લીગમાં કુલ 23 મેચ રમવામાં આવશે. જેનું આયોજન શ્રીલંકાના 4 સ્ટેડિયમમાં થશે. આ લીગમાં ભાગ લેનારી 5 ટીમોના નામ કોલંબો, કેન્ડી, ગાલે, ડમબોલો અને ઝાફના શહેરોના નામ પર રાખવામાં આવ્યાં છે. શ્રીલંકામાં પ્રથમ વખત રમાડવામાં આવનારા આ T-20 ક્રિકેટમાં 70થી વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ભાગ લેશે.

ETV BHARAT
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ

શ્રીલંકા ક્રિકેટના સચિવ એસ્લે ડિસિલ્વાએ કહ્યું કે, શ્રીલંકાએ અન્ય દેશોની સરખામણીમાં કોરોના વાઇરસને અટકાવવામાં સારી કામગીરી કરી છે. જેથી વિદેશી ખેલાડી આ લીગમાં ભાગ લેવા માટે રૂચી દેખાડી રહ્યા છે. અત્યારે અમે ટૂર્નામેન્ટમાં 23 મેચોના આયોજન અંગે વિચારણા કરી રહ્યાં છીંએ, પરંતુ જો ભારત રમવા માટે તૈયારી દર્શાવશે, તો બની શકે કે અમે માત્ર 13 મેચનું જ આયોજન કરીંએ.

મળતી માહિતી મુજબ 30 જુલાઈના રોજ આ લીગમાટે ખેલાડીઓની હરાજીનું આયોજન કરવામાં આવશે.

ETV BHARAT
શ્રીલંકા ક્રિકેટ ટીમ

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં હવે ધીરે-ધીરે ક્રિકેટની શરૂઆત થઇ રહીં છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝથી ક્રિકેટની વાપસી થઇ છે. આ દરમિયાન BCCIએ પણ UAEમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જો કે, હજૂ સુધી અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. ICCની થયેલી બેઠકમાં T-20 વર્લ્ડ કપને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાર બાદ IPL માટે આશા ઉદભવી છે.

આ ઉપરાંત કૈરેબિયન પ્રીમિયર લીગ(CPL) 2020ના શિડ્યૂલની જાહેરાત કરી દેવામાં આવી છે. આ T-20 ટૂર્નામેન્ટની શરૂઆત 18 ઓગસ્ટના રોજ થશે, જ્યારે આનો ફાઈનલ 10 સપ્ટેમ્બરના રોજ રમવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.