ETV Bharat / sports

IND vs ENG: ઇંગ્લેન્ડને માત્ર 10 જ ઑવરમાં 2 મોટા ઝટકા

author img

By

Published : Feb 24, 2021, 2:57 PM IST

Updated : Feb 24, 2021, 4:41 PM IST

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય
ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પીચના મૂડને જોતા, બંને ટીમોએ કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ભારતે બે ફેરફાર કર્યા છે જ્યારે ઇંગ્લેન્ડે ત્રણ ફેરફાર કર્યા છે.

  • ભારતે બે ફેરફાર કર્યા જ્યારે ઇંગ્લેન્ડે ત્રણ ફેરફાર કર્યા છે
  • ત્રીજી ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમવાની છે
  • આ મેચ સ્ટેડિયમમાં રમાનારી પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચ ડે-નાઇટ ટેસ્ટ હશે અને ગુલાબી બોલથી રમવાની છે.

બંને ટીમોએ કેટલાક મહત્વપૂર્ણ કર્યા ફેરફાર

આ મેચ આ સ્ટેડિયમમાં રમાનારી પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે. શ્રેણીની ચોથી મેચ પણ અહીં રમાશે જે 4 માર્ચથી શરૂ થશે. પીચના મૂડને જોતા, બંને ટીમોએ કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ભારતે બે ફેરફાર કર્યા છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ જસપ્રિત બુમરાહ ટીમમાં પરત ફર્યો છે. આ સિવાય કુલદીપની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય ઇંગ્લેન્ડે ત્રણ ફેરફાર કર્યા છે. જોની બેરસ્ટો, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન ટીમમાં પાછા ફર્યા છે.

બંન્નેના મેચની ટેસ્ટ શ્રેણી બરાબર પર

હાલમાં ચાર મેચની ટેસ્ટ શ્રેણી 1-1 પર છે. શ્રેણીની બંને શરૂઆતની મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પહેલી મેચમાં જ જ્યાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, બીજી મેચમાં શાનદાર ઈનીંગ્સ સાથે પાછો ફર્યા હતા અને 317 રનથી જીત્યા હતાં.

ટીમઃ

ભારત- રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (C), અજિંક્ય રહાણે, ઋષભ પંત (W), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ

ઇંગ્લેન્ડ- ડોમિનિક સિબ્લી, જૈક ક્રોલી, જોની બેરસ્ટો, જો રૂટ (C), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (W), જોફ્રા આર્ચર, જૈક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન.

Last Updated :Feb 24, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.