ETV Bharat / sports

બિહારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીએલનું આયોજન

author img

By

Published : Mar 20, 2021, 11:32 AM IST

બિહારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીએલનું આયોજન
બિહારમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બીસીએલનું આયોજન

5 ટીમ આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે જેના મેન્ટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં પોતાની ઓળખાણ ધરાવતા જાણિતા ચહેરાઓ છે. ઉલ્લેખનીય છે કે બીસીએલનો ઉદેશ્ય બિહારમાં ક્રિકેટ પ્રતિભાઓને આગળ લાવવાનો છે.

  • બિહારમાં બીસીએલનું આયોજન
  • પટનામાં 6 દિવસ ચાલશે ક્રિકેટ મેચ
  • બિહારમાંથી ક્રિકેટ પ્રતિભાઓને આગળ લાવવાનો પ્રયત્ન

ન્યૂઝ ડેસ્ક: બિહારની રાજધાની પટનામાં શનિવારથી બિહાર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જે આઇપીએલ ફોર્મેટ પર આધારિત છે. આ ટૂર્નામેન્ટનું ઉદ્દઘાટન બિહારના રાજ્યપાલ કરશે અને આ પ્રસંગે હરિયાણા એક્સપ્રેસ તરીકે જાણિતા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ પણ ઉપસ્થિત રહેશે.

વધુ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી બદલ શ્વેતા વર્માને ઉત્તરાખંડના મુખ્યપ્રધાને પાઠવી શુભેચ્છા

ઉલ્લેખનીય છે કે 20 માર્ચથી શરૂ થતી આ ટૂર્નામેન્ટ 26 માર્ચ સુધી ચાલશે જેમાં પટના પાઇલેટ્સ, અંગિકા અવેંજર્સ, ભાગલપુર બુલ્સ, ગયા ગ્લેડિએટર્સ અને દરભંગા ડાઇમંડનો સમાવેશ થાય છે. ડૈની મોરિસ, સનત જયસૂર્યા, દિલશાન જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ આ ટીમના મેન્ટર છે. જે તેમને વિશેષ માર્ગદર્શન આપશે.

વધુ વાંચો: મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, 7000 વનડે રન બનાવનારા પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા

આ તમામ મેચને એક જાણિતી સ્પૉટ્સ ચેનલ પર પ્રસારિત પણ કરવામાં આવશે. ટૂર્નામેન્ટના વિજેતાને 15 લાખ રુપિયાનું ઇનામ આપવામાં આવશે. રનર અપ ટીમને 10 લાખ રૂપિયાનું ઇમાન આપવામાં આવશે. અન્ય ટીમને 2-2 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.