ETV Bharat / sports

IND vs ENG: ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય

author img

By

Published : Mar 26, 2021, 1:41 PM IST

IND vs ENG
IND vs ENG

વનડે સીરીઝની બીજી મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં રમવાની છે. ત્યારે ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  • ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય
  • બીજી મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે
  • બન્ને ટીમ ઈજાથી પરેશાન

હૈદરાબાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચની સીરીઝની બીજી મેચ આજે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. જ્યાં મેચની શરૂઆત ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગથી કરી હતી.

આ પણ વાંચો: ઇજાના કારણે શ્રેયસ ઐયર 2021ની IPLમાં નહીં રમી શકે

ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય

પ્રથમ વન-ડે મેચ ટીમ ઈન્ડિયાએ પૂરા 66 રનથી જીતી હતી અને આજે ટીમ બીજી મેચ જીતીને સીરીઝ પોતાના નામ કરવાના આશય સાથે મેદાન પર ઉતરશે.

બન્ને ટીમ ઈજાથી પરેશાન

બીજી મેચ પહેલા બન્ને ટીમો ઈજાથી પરેશાન છે. ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયર તેના ડાબા ખભામાં થયેલી ઇજાને કારણે આખી સીરીઝમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન ઇઓન મોર્ગન પણ ઈજાના કારણે બાકીની બે વનડે મેચમાં જોવા મળશે નહીં. મોર્ગનની જગ્યાએ જોસ બટલર ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે રમાશે બીજી વનડે મેચ

શ્રેયસ ઐયર થયો ઈજાગ્રસ્ત

ઇંગ્લેન્ડ સામેની મેચ દરમ્યાન શ્રેયસ ઐયર ઇજાગ્રસ્ત થયો હતો. તેની ઇજા એટલી ગંભીર હતી કે શુભમન ગીલને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ક્રિકેટરને સર્જરી કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે હજી બીજા ઉપાયો અંગે સલાહ લેવામાં આવી રહી છે જો કે અંતિમ નિર્ણય ક્રિકેટર લેશે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.