Film Pushpa Part 2 Shooting: લોકો હવે થશે ડબલ પાગલ, પુષ્પા પાર્ટ 2ને લઇને થયો ખુલાસો

author img

By

Published : Mar 11, 2022, 5:11 PM IST

Film Pushpa Part 2 Shooting: લોકો હવે થશે ડબલ પાગલ, પુષ્પા પાર્ટ 2ને લઇને થયો ખુલાસો

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદના સ્ટારર ફિલ્મ 'પુષ્પા - ધ રાઇઝઃ પાર્ટ-1'એ ગયા વર્ષે રિલીઝ થતાં જ દેશ અને દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. આજે પણ 'પુષ્પા' ડાન્સ અને ડાયલોગ (Film Pushpa Dialouge) 'મેં ઝુકેગા નહીં...'નું ભુત હજુ લોકો પરથી ઉતર્યો નથી, ત્યાં 'પુષ્પા'ના બીજા ભાગ (Film Pushpa Part 2)ને લઇ મોટા સમાચાર મળ્યા છે.

ન્યૂઝ ડેસ્ક: ફિલ્મ પુષ્પાના બીજા ભાગની રાહ જોઈ રહેલાના ઇંતજારનો હવે અંત આવ્યો છે. ફિલ્મ 'પુષ્પા- ધ રૂલ પાર્ટ 2'નું શૂટિંગ (Film Pushpa Part 2 Shooting) શરૂ થઈ ગયું છે. સુકુમારના નિર્દેશનમાં બની રહેલી 'પુષ્પા- ધ રૂલ પાર્ટ 2' (Film Pushpa Part 2)નું શુટિંગ શુક્રવારથી શરૂ થઈ ગયું છે.

જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે. રિપોર્ટમાં એ પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરી 2023માં રિલીઝ (Pushpa part 2 Release) થઈ શકે છે. જો આવું થશે, તો 'પુષ્પા' અને 'પઠાણ' વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. ખાસ વાત તો એ છે કે, કોણ કોને ટક્કર આપશે. કારણ કે ચાર વર્ષ બાદ શાહરૂખ સ્ક્રીન પર ધમાલ મચાવશે.

આ પણ વાંચો: The Kashmir Files Release Ban: અનુપમ ખેરની આ ફિલ્મ પર લાદવામાં આવ્યો પ્રતિબંધ

આ ભાષામાં રિલીઝ થશે 'પુષ્પા'નો બીજો ભાગ

ફિલ્મ 'પુષ્પા-ધ રૂલ પાર્ટ-2' તેલુગુ ઉપરાંત, મલયાલમ, તમિલ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થશે કે કેમ, તે અંગે હજુ કોઈ માહિતી પ્રાપ્ત નથી. ફિલ્મના નિર્દેશક સુકુમારે ગયા વર્ષે જ ફિલ્મના બીજા ભાગની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.

ફિલ્મ 'પુષ્પા'ના બીજા ભાગમાં આ કલાકારોની એન્ટ્રી

ફિલ્મનો બીજો ભાગ અલ્લુ અર્જુન, રશ્મિકા મંદના અને ફહદ ફાસિલ અને ધનંજય વગેરે જેવા કલાકારો સાથે બનાવવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ સુકુમાર દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bachhan Pandey Promotion: 'બચ્ચન પાંડે'ના પ્રમોશનમાં ક્રિતી સેનન છવાય, જુઓ તસવીરો

ફિલ્મના ખાસ વાત વિશે

ફિલ્મ 'પુષ્પા'ની વાર્તા પુષ્પા રાજ નામના એક મજૂર વિશે છે, જે તિરુપતિના જંગલોમાં લાલ ચંદનના ગેરકાયદે વેપારમાં સામેલ હોય છે. પુષ્પાના આ ધંધામાં અન્ય ગેંગના લોકો પણ તેની સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે. આ સંજોગોમાં આ ગરીબોમાં, અભિનેતા ફહાદ ફાસિલ પોલીસના રૂપમાં વિલન તરીકે ઉતરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.