ETV Bharat / sitara

MISS USA 2019 Christy Death: મિસ યુએસએ 2019નું શંકાસ્પદ મોત, હરનાઝ સંધુએ તેના મોત પર વ્યક્ત કર્યું દુ:ખ

author img

By

Published : Jan 31, 2022, 12:45 PM IST

મિસ યુએસએ 2019 પેજન્ટ વિજેતા ચેસ્લી ક્રિસ્ટીનું (MISS USA 2019 Christy Death) રવિવારેના ન્યુ યોર્કમાં 60 માળના કોન્ડોમિનિયમમાંથી પડી જતા મોત થયું હતું 30 વર્ષની વયે શંકાસ્પદ મોત નીપજ્યું છે. મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુ (Miss Universe 2021 Harnaz Sandhu) ચેસ્લીના આકસ્મિક અવસાન વિશે સાંભળીને શોક વ્યકત કર્યો છે. ચેસ્લી ક્રિસ્ટીનાએ આત્મહત્યાં કરી છે કે પછી શું તેના પરથી હજું પડદો ઉઠવાનો બાકી છે. વાંચો પૂરો અહેવાલ...

MISS USA 2019 Christy Death: મિસ યુએસએ 2019નું શંકાસ્પદ મોત, હરનાઝ સંધુએ તેના મોત પર વ્યક્ત કર્યું દુ:ખ
MISS USA 2019 Christy Death: મિસ યુએસએ 2019નું શંકાસ્પદ મોત, હરનાઝ સંધુએ તેના મોત પર વ્યક્ત કર્યું દુ:ખ

નવી દિલ્હી: મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુએ (Miss Universe 2021 Harnaz Sandhu) મિસ યુએસએ 2019 ચેસ્લી ક્રિસ્ટીનાના આકસ્મિક અવસાન (MISS USA 2019 Christy Death) વિશે સાંભળતા દુ:ખ વ્યક્ત કર્યું છે. 30 વર્ષીય બ્યુટી ક્વીન, વકીલ, ફેશન બ્લોગર અને એકસ્ટ્રા ટીવી કોરસપોન્ડન્ટ 30 જાન્યુઆરી, રવિવારની સવારે 7 વાગ્યાની આસપાસ ન્યુ યોર્કના 60 માળના કોન્ડોમિનિયમ પરથી પડી જતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જેની માહિતી NYPDના પ્રવક્તાએ આપી હતી.

આ પણ વાંચો: Bigg boss 15 Winner: જાણો 'બિગ બોસ 15'ની વિજેતા કોણ બની

NYPDએ આ કેસ પર કર્યો ખુલાસો

અહેવાલો અનુસાર, NYPDએ શેર કર્યું છે કે, ક્રિસ્ટીનાનું જે રીતે મોત થયું છે તે પરથી એવુ લાગી રહ્યું છે કે, તેણે આત્મહત્યાં કરી છે. આ સાથે વધુમાં ઉમેર્યું હતું કે તબીબી પરીક્ષણ પ્રમાણે હજુ સત્તાવાર રીતે કારણ હજું સ્પષ્ટ થવાનું બાકી છે.

MISS USA 2019 Christy Death: મિસ યુએસએ 2019નું શંકાસ્પદ મોત, હરનાઝ સંધુએ તેના મોત પર વ્યક્ત કર્યું દુ:ખ
MISS USA 2019 Christy Death: મિસ યુએસએ 2019નું શંકાસ્પદ મોત, હરનાઝ સંધુએ તેના મોત પર વ્યક્ત કર્યું દુ:ખ

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હરનાઝે પોસ્ટ શેર કરી

આજે સોમવારે ઇન્સ્ટાગ્રામ (Harnaz Sandhu Instagram Account) સ્ટોરી પર હરનાઝે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ બન્ને સાથે જોવા મળી રહી છે. તસવીર શેર કરતા તેણે લખ્યું છે કે, "આ હૃદયદ્રાવક અને અવિશ્વસનીય છે, તમે ઘણા લોકોની પ્રેરણા હતા. રેસ્ટ ઇન પીસ ચેસ્લી."

આ પણ વાંચો: Person of the Year Award 2022: સાઉદી અરેબિયામાં કરાયું સલમાન ખાનનું સન્માન, વીડિયો વાયરલતે સિવિલ લિટિગેટર તરીકે પણ કાર્યરત હતી

ક્રિસ્ટીનો જન્મ 1991માં જેક્સન, મિચિગનમાં થયો હતો અને તેનો ઉછેર દક્ષિણ કેરોલિનામાં થયો હતો. તેણીએ વેક ફોરેસ્ટ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી સ્નાતક થઇ હતી, ત્યારબાદ તેણે સિવિલ લિટિગેટર તરીકે નોર્થ કેરોલિનાની ફર્મ પોયનર સ્પ્રુલ એલએલપીમાં વકીલ તરીકે કામની શરૂઆત કરી હતી. ચેસ્લી ક્રિસ્ટીએ મહિલા બિઝનેસ એપેરલ બ્લોગ વ્હાઇટ કોલર ગ્લેમની પણ સ્થાપના કરી.

2019માં ક્રિસ્ટીએ સંવાદદાતા તરીકે કામ કર્યું હતું

2019માં તેણીએ મિસ નોર્થ કેરોલિના યુએસએનો ખિતાબ સર કર્યો હતો અને મિસ યુએસએ 2019નો તાજ મેળવ્યા પછી, તેણીએ કામમાંથી રજા લીધી હતી. 2020માં, તેની પેઢી દ્વારા પ્રથમસલાહકાર તરીકે તેને નિયુક્ત કર્યા હતાં.. 2019માં ક્રિસ્ટી એક્સ્ટ્રા ન્યૂ યોર્કના સંવાદદાતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.