ETV Bharat / sitara

રાજ કુંદ્રાના કેસમાં તેની જ કંપનીના 4 કર્મચારીઓ બનશે સાક્ષી

author img

By

Published : Jul 25, 2021, 2:25 PM IST

પોર્ન કેસ
રાજ કુંદ્રાના કેસમાં તેની જ કંપનીના 4 કર્મચારીઓ બનશે સાક્ષી

પોર્ન કેસમાં કુંદ્રાની મુશ્કેલીઓ વધી રહી છે કોર્ટે રાજને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસ રાજના કૌભાંડને બહાર પાડવામાં મહેનત કરી રહી છે, બીજી તરફ કંપનીના 4 કર્મચારીઓ સાક્ષી બનીને આગળ આવ્યા છે.

  • રાજ કુંદ્રાની મુશ્કેલીઓમાં વધારો
  • તેની જ કંપનની 4 કર્મચારીઓ બન્યા કેસમાં સાક્ષી
  • કર્મચારીઓ આપી શકે છે ઘણી મહત્વપૂર્ણ જાણકારી

હૈદરાબાદ : રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછી થવાની નામ નથી લઈ રહી, આ કેસમા દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કેસમાં રાજ કુંદ્રાની કંપનનીના 4 કર્મચારીઓ સાક્ષી બનીને આગળ આવ્યા છે. આ કર્મચારીઓ પાસેથી પોલીસ રાજકુદ્રાના બિઝનેસની જાણકારી મેળવશે. તેમને પૂછવામાં આવશે કે પોર્નોગ્રાફિ રેકેટ કેવી રીતે ચલાવવામાં આવતું હતું, પૈસાની લેવડ-દેવડ અને બીજી વસ્તુઓની જાણકારી મેળવવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચએ જાણવાની કોશીશ કરશે કે રાજ કુંદ્રા પૈસાની સગવડ ક્યાથી કરતો હતો.

આ પણ વાંચો : મને "હોટ શોટ્સ" એપ વિશે કોઈ જાણકારી નથી : શિલ્પા શેટ્ટી

4 કર્મચારીઓ બન્યા સાક્ષી

સુત્રો અનુસાર સાક્ષી કર્મચારીઓ આ કેસમાં મોટા રોલ ભજવશે. રાજ કુંદ્રા અને અન્ય લોકો કેસથી સંબધિત જાણકારી નથી આપી રહ્યા તો આ 4 કર્મચારીઓ આ કેસમાં જરૂરી જાણકારીઓ આપવામાં મહત્વપૂર્ણ રોલ ભજવશે. આ કર્મચારીઓ રાજકુદ્રાની બિજનેશ ડિલ વિશે મહત્વની જાણકારી આપશે. તેમને પૂછવામાં આવશે કે પોર્નોગ્રાફિ રેકેટ કેવી રીતે ચલાવવામાં આવતું હતું, પૈસાની લેવડ-દેવડ અને બીજી વસ્તુઓની જાણકારી મેળવવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચએ જાણવાની કોશીશ કરશે કે રાજ કુંદ્રા પૈસાની સગવડ ક્યાથી કરતો હતો. જલ્દી જ આ ચાર સાક્ષીઓના નિવેદન લેવામાં આવશે, જેના કારણે રાજ કુંદ્રાની મુશ્કેલ વધી શકે છે.

આ પણ વાંચો : રાજ કુંદ્રાની ઓફિસમાંથી સિક્રેટ અલમારી મળી, પોલીસે કાગળો જપ્ત કર્યા

એક લોકર મળી આવ્યું

ક્રાઈમ બ્રાન્ચ ફરી એક વાર રાજ કુંદ્રાની કંપનની તપાસ કરશે. પોલીસને કંપનીમાંથી એક લોકર મળી આવ્યું હતું જેને છુપાવીને રાખવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકરમાં કેટલાય દસ્તાવેજો અને ક્રપ્ટો કંરન્સી જપ્ત કરવામાં આવી છે જેની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ લાગેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.