ETV Bharat / sitara

34 વર્ષની થઈ બોલીવુડ 'ક્વીન' કંગના, જાણો 'ગેંગસ્ટર' થી લઈ 'ક્વીન' સુધીની સફર વિશે

author img

By

Published : Mar 23, 2021, 10:24 AM IST

Updated : Mar 23, 2021, 10:29 AM IST

Kangana
Kangana

બોલિવુડની 'ક્વીન' કંગના રનૌત આજે તેનો 34 મો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાની અભિનયથી તેણે ફિલ્મ ઉદ્યોગમાં એક અલગ ઓળખ બનાવી છે. તેમાં કોઈ શંકા નથી કે કંગનાએ ખુદના દમ પર જ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. કંગનાનો જન્મ 23 માર્ચ 1987 ના રોજ થયો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગમાં કરી હતી.

  • કંગના 12માં ધોરણમાં નાપાસ થયા બાદ માતાપિતા સાથે ઝઘડો કરીનેે દિલ્હી આવી હતી
  • 'મણિકર્ણિકા' અને 'પંગા' ને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ
  • 16 વર્ષની ઉંમરમાં મોડેલ બની ત્યારબાદ 2006માં થ્રિલર ફિલ્મ 'ગેંગસ્ટર'થી કરીયરની શરૂઆત કરી

મુંબઈ: કંગનાનો જન્મ 23 માર્ચ 1987 ના રોજ હિમાચલના મંડી જિલ્લાના સૂરજપુરમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. કંગનાના માતાપિતા ઉપરાંત મોટી બહેન રંગોલી ચંદેલ અને નાના ભાઈ અક્ષત પણ છે. કંગનાની માતા આશા રનૌત શાળાની શિક્ષિકા છે અને પિતા બિઝનેસમેન છે.

34 વર્ષની થઈ બોલીવુડ 'ક્વીન' કંગના
34 વર્ષની થઈ બોલીવુડ 'ક્વીન' કંગના

'મણિકર્ણિકા' અને 'પંગા' ને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ

કંગનાને તેના જન્મદિવસના એક દિવસ પહેલા જ એક સરસ ભેટ મળી છે. કંગના રનૌતને તેની ફિલ્મ્સ 'મણિકર્ણિકા' અને 'પંગા' માટે રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી છે. પોતાની બિન્દાસ શૈલી માટે જાણીતી કંગનાએ જાતે જ બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો.

'મણિકર્ણિકા' અને 'પંગા' ને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ
'મણિકર્ણિકા' અને 'પંગા' ને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ

આ પણ વાંચો: 67મો નેશનલ ફિલ્મ એવોર્ડ : કંગના રનૌત, મનોજ બાજપેયી અને ધનુષે મારી બાજી

12માં ધોરણમાં નાપાસ થયા બાદ માતાપિતા સાથે ઝઘડો કરીનેે દિલ્હી આવી હતી

કંગનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તેના માતાપિતા તેને ડૉક્ટર બનાવવા માંગતા હતા પરંતુ તે 12 માં ધોરણમાં જ નાપાસ થઈ હતી. આ પછી તેણે માતાપિતા સાથે ઝઘડો કર્યો અને દિલ્હી આવી ગઈ હતી. કંગના 16 વર્ષની ઉંમરમાં દિલ્હી પહોંચી અને મોડેલ બની. તેણે 2006 માં થ્રિલર ફિલ્મ 'ગેંગસ્ટર' થી શરૂઆત કરી હતી. ફિલ્મ 'ગેંગસ્ટર' માટે તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

12માં ધોરણમાં નાપાસ થયા બાદ માતાપિતા સાથે ઝઘડો કરીનેે દિલ્હી આવી હતી
12માં ધોરણમાં નાપાસ થયા બાદ માતાપિતા સાથે ઝઘડો કરીનેે દિલ્હી આવી હતી

કંગનાની મોટાભાગની ફિલ્મો સ્ત્રીલક્ષી

ગેંગસ્ટર બાદથી કંગનાની સફળતાની સફર હજી ચાલુ છે. કંગનાએ ઘણી સફળ ફિલ્મો કરી છે જેમાં મોટે ભાગે સ્ત્રીલક્ષી ફિલ્મો છે. કંગનાને પહેલીવાર ફિલ્મ 'ફેશન' માટે રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી હતો. જ્યારે આ એવોર્ડ લીધો ત્યારે કંગના માત્ર 22 વર્ષની હતી. ત્યારબાદ તેમને 'ક્વીન' અને 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' જેવી ફિલ્મ્સ માટે રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી હતી.

કંગનાની મોટાભાગની ફિલ્મો સ્ત્રીલક્ષી
કંગનાની મોટાભાગની ફિલ્મો સ્ત્રીલક્ષી

આ પણ વાંચો: જયલલિતા 23 માર્ચે રુપેરી પડદે જોવા મળશે

કંગના આગામી ફિલ્મ 'થલાઈવી' અને 'ધાકડ' માં જોવા મળશે

કંગના રનૌત હંમેશા તેની ફિલ્મને લઈને તો ચર્ચામાં રહે જ છે સાથે સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેનો બિન્દાસ અભિપ્રાય સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થયો છે. કંગના સામાજિકથી લઈને રાજકીય સુધીના દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય શેર કરે છે જેના પર ચાહકો પ્રતિક્રિયા આપે છે. તેણે બોલિવુડમાં નેપોટિઝમ અને આઉટસાઈડર્સને લઈને ઈન્ડસ્ટ્રની વર્તન પર સવાલ ઉઠાવ્યા છે, જેને પ્રેક્ષકોનો ટેકો પણ મળ્યો છે. પાંચમો રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા બાદ કંગના હાલમાં ખૂબ ખુશ છે. વળી, તે ખૂબ જ જલ્દીથી 'થલાઈવી' અને 'ધાકડ' ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતી જોવા મળશે.

કંગના આગામી ફિલ્મ 'થલાઈવી' અને 'ધાકડ' માં જોવા મળશે
કંગના આગામી ફિલ્મ 'થલાઈવી' અને 'ધાકડ' માં જોવા મળશે
Last Updated :Mar 23, 2021, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.