Tokyo Olympics 2020: મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતી ભારતનું ખાતુ ખોલ્યું, B-Town Celebsએ વરસાવી શુભેચ્છા

author img

By

Published : Jul 24, 2021, 5:08 PM IST

Tokyo Olympics 2020

જાપાનમાં ટોક્યો ઓલિમ્પિકનો આજે બીજો દિવસ છે. ત્યારે ભારત માટે આજે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ભારતની વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ આજે સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. ત્યારે દેશભરમાંથી લોકો મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવી રહ્યા છે. તો આમાં બોલિવુડ કલાકાર પણ પાછળ નથી રહ્યા. બોલિવુડના અનેક કલાકારોએ મીરાબાઈ ચાનુને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યા છે.

  • બોલિવૂડ કલાકારોએ પાઠવી મીરાબાઈને શુભેચ્છા
  • રવીના ટંડન અને તાપસી પન્નુએ ક્યુ ટ્વીટ
  • અભિષેક અને ફરહાન અખ્તરે પણ આપ્યા અભિનંદન

ન્યૂઝડેસ્ક (Bollywood News): ટોક્યો ઓલિમ્પકનો બીજો દિવસ ભારત માટે ખૂબ જ સારો રહ્યો છે. કારણ કે, ભારતે આજે પહેલો સિલ્વર મેડલ જીત્યો છે. ભારતના વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ (Chanu Saikhom Mirabai) એ આજે 24 જુલાઈના રોજ સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ચારે તરફથી મીરાબાઈ ચાનુ પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. તો હવે બોલિવૂડ કલાકારો પણ સોશિયલ મીડિયા પર મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો- ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ

બોલિવૂડ સેલિબ્રિટીઝે મન મુકીને કર્યા વખાણ

બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન (Raveena Tondon), તાપસી પન્નુ (Tapsi Pannu), સ્વરા ભાસ્કર (Swara Bhaskar), અભિનેતા ફરહાન અખ્તર (Farhan Akhtar), રણદીપ હુડ્ડા (Randeep Hooda), અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સહિતના દિગ્ગજ કલાકારોએ મીરાબાઈ ચાનુને સિલ્વર મેડલ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ આજે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો છે, જેના કારણે દેશભરના તમામ લોકો ખુશ જોવા મળી છે. ત્યારે બોલિવૂડ સેલિબ્રિટીઝે મન મુકીને સોશિયલ મીડિયા પર મીરાબાઈ ચાનુના વખાણ કર્યા હતા.

Tokyo Olympic 2020
અભિષેક બચ્ચને પાઠવ્યા અભિવનંદન
Tokyo Olympic 2020
રિતેશ દેશમુખે પાઠવી શુભેચ્છા
Tokyo Olympic 2020
સની દેઓલે પણ કર્યુ ટ્વીટ
Tokyo Olympic 2020
ફરહાન અખ્તરે પાઠવી શુભેચ્છા
Tokyo Olympic 2020
રણદીપ હૂડાએ પણ કર્યુ ટ્વીટ
Tokyo Olympic 2020
ટીસ્કા ચોપરાએ પાઠવ્યા અભિનંદન
Tokyo Olympic 2020
સ્વરા ભાસ્કરે કર્યુ ટ્વીટ
Tokyo Olympic 2020
રવીના ટંડને પાઠવી શુભેચ્છા
Tokyo Olympic 2020
તાપસી પન્નુએ પાઠવ્યા અભિનંદન
Tokyo Olympic 2020
ગુલ પનાગે પણ પાઠવ્યા અભિનંદન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.