ETV Bharat / sitara

Bollywood Gossip: જાણો, રણબીરની યાદમાં શું કરે છે આલિયા ભટ્ટ?

author img

By

Published : Jul 29, 2021, 6:51 PM IST

Bollywood Gossip
Bollywood Gossip

આલિયા ભટ્ટ લવ (Luv Ranjan) રંજન દિગ્દર્શિત તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત એવા રણબીર કપૂરને ખૂબ જ મીસ કરી રહી છે. આલિયાએ તેની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે, જ્યારે RK દૂર છે ત્યારે તે શેનો આશરો લે છે.

  • રણબીર કરી રહ્યો છે દિલ્હીમાં શૂટિંગ
  • હંમેશા સાથે દેખાતા આલિયા-રણબીર થઈ ગયા છે દુર
  • આલિય-રણબીર બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર દેખાશે સાથે

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt)ને તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર(Ranbeer Kapoor)ની ખૂબ જ યાદ આવી રહી છે. રણબીર હાલ તેની શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સાથેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રણબીર સાથેનું આ અંતર આલિયા સહન કરી નથી શકતી, ત્યારે આલિયા તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને ફેન્સને બતાવી રહી છે કે તે રણબીરના વિરહમાં શું કરી રહી છે.

આ પણ વાંચો- Bollywood: આલિયા ભટ્ટ આવી રીતે રાખી રહી છે RKને પોતાની નજીક

આલિયાએ પહેરી રણબીરની કેપ

28 જુલાઈના રોજ તેણે 2 ફોટો પોસ્ટ કર્યા હતાં, જેમાંથી એકમાં તેણે રણબીરની કેપ પહેરી છે જેના પર લખ્યું છે, "High as your expectation". આલિયા રણબીરની ગેરહાજરીમાં તેની વસ્તુઓ પહેરી રહી છે. તેણે રણબીરની કેપ પહેરી શેર કરેલી સેલ્ફી સાથે કેપ્શન આપ્યુ છે કે, "When you miss him so you steal his belongings 🧢🙃 (& make sure you take many selfies)."

આ પણ વાંચો- Bollywood Gossip: જાણો, નીતુ સિંહે આલિયા ભટ્ટ સાથે ફોટો શેર કરી કેવું આપ્યું કેપ્શન...

બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર સાથે જોવા મળશે આલિયા-રણબીર

આલિયા અને રણબીર ટૂંક સમયમાં અયાન મુખર્જી(Ayan Mukharjee) ના બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. આ ફિલ્મમાં મૌની રોય (Moni Roy)ની સાથે બોલિવૂડ આઇકોન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેની (Nargarjun Akkineni) ની પણ છે. આ ફિલ્મ ફેન્ટસી એડવેન્ચર ટ્રાયોલોજીનો પહેલો ભાગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.