ETV Bharat / sitara

ફિલ્મ 'શકુંતલા દેવી- માનવ કોમ્પ્યુટર'ની ટીમ મુંબઈ માટે રવાના: અભિનેત્રી સાન્યા મલ્હોત્રા

author img

By

Published : Oct 10, 2019, 10:40 AM IST

ફિલ્મ 'શકુંતલા દેવી- માનવ કોમ્પ્યુટર

મુંબઈઃ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ સોશિઅલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો ફિલ્મશકુંતલા દેવી- માનવ કોમ્પ્યુટર' સાથે બ્રિટેન શેડ્યુલ પૂરું કરીને તે મુંબઈ જતાં પહેલા લેવાયો હતો. જેમાં તેણે મુંબઈ પરત આવવાની જાણકારી આપી હતી.

વિદ્યા બાલન અને સાન્યા મલ્હોત્રાની આગામી ફિલ્મ 'શકુંતલા દેવી- માનવ કોમ્પ્યુટર'ની ટીમ બ્રિટેન શૂંટીગ શેડ્યુલ પૂરું કરીને મુંબઈ રવાના થયા છે. જેની તસવીર તેણે જાહેર સોશિયલ મીડિયા પર જાહેર કરી છે.

અભિનેત્રીએ તસવીરની કેપ્શનમાં લખ્યું છે કે, યૂ.કે શેડ્યુલ પૂરું થયું. હવે આગળના શેડ્યુલ તરફ વળીએ.

શા માટે ફિલ્મનું નામ હ્યુમન ક્મ્પ્યુટર....

1977માં ડલાસ યુનિવર્સિટીમાં શકુંતલાની ટક્કર કમ્પ્યુટર યૂનીવૈક સાથે થઈ હતી. શકુંતલાની ગણતરી કરીને 201 આંકડાની એક સંખ્યાનું 23નું મૂ્લ્ય કાઢવવાનું હતું. આ પ્રશ્નને જવાબ માટે તેણે માત્ર 50 સેકન્ડ થયા હતા, ત્યારે યૂનિવૈકને 62 સેકન્ડનો સમય લીધો હતો, ત્યારબાદ દુનિયાભરમાં શકુંતલાને હ્યુમન કમ્પ્યુરના નામથી ઓળખવામાં આવી હતી.

કોણ હતી શકુંતલા..

શકુંતલા દેવી મેથ્સ જીનીયસ તરીકે જાણીતી હતી. ગણિત પર તેની ગજબની પકડ હતી. 1982માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનુ નામ નોંધાયું હતું. તેમણે ઘણી પુસ્તકો પણ લખી છે. જેમાં નવલકથા, મૈથ્સ પર આધારીત પુસ્તક, પજલ અને એસ્ટ્રોલોજીની પુસ્તક પણ સામેલ છે. તેમની 'દ વર્લ્ડ ઓફ હોમોસેક્યુઅલ્સ'ને ભારતમાં હોમોસેક્યુઅલ્સુલિરટી પર આધારીત પહેલી પુસ્તક તરીકે સ્થાન મેળવ્યું છે.

ફિલ્મની વુમેન ટીમ.....

આ ફિલ્મનું નિર્દેશન અનુ મેનને કર્યુ છે અને સ્ક્રીન પ્લે તેમણે નયનિકા મહેતાની સાથે મળી લખી છે. તો , ફિલ્મના સંવાદ લેખિતા ઈશિતા મોઈનાએ લખ્યાં છે. આમ, આ પહેલી એવી ફિલ્મ છે. જેમાં ડાયરેક્શનથી લઈને ફિલ્મ લખવા સુધીના તમામ કામ મહિલાઓએ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.