હૈદરાબાદઃ 'બાહુબલી' સ્ટાર પ્રભાસ ફરી એકવાર સિનેમાની દુનિયામાં ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. આ ફિલ્મ 15 ભાષા અને 20 હજાર સ્ક્રીનસ પર વલર્ડવાઇડ રિલીઝ થશે. ફિલ્મ 'બાહુબલી'થી વિશ્વભરમાં લોકપ્રિય બનેલા અભિનેતા પ્રભાસ હવે તેની મેગા-બજેટ પૈન ઇન્ડિયા ફિલ્મ 'આદિપુરુષ'થી ફરી એકવાર (Film Adipurush) ચર્ચામાં છે.
ફિલ્મ 'આદિપુરુષ 15 ભાષાઓમાં રિલીઝ થશે
એવી વાત સામે આવી છે કે, ફિલ્મ 'આદિપુરુષ' દુનિયાભરમાં 20 હજારથી વધુ સ્ક્રીન્સ અને 15 ભાષાઓમાં રિલીઝ થતા ઇતિહાસ રચવા જઇ રહી છે. ફિલ્મનું મેકિંગ બજેટ પણ 400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જો આમ થશે તો 'આદિપુરુષ' ભારતીય સિનેમામાં આ પ્રકારની પ્રથમ ફિલ્મ બની જશે.
આ પણ વાંચો: Film Bachchan Pandey Trailer Release date: જાણો 'બચ્ચન પાંડે'નું ટ્રેલર ક્યારે થશે રિલીઝ?
વિવિધ ભાષામાં થશે રિલીઝ
ભારતીય ભાષાઓ સહિત અંગ્રેજી તથા આ ફિલ્મને વિશ્વભરમાં ઇન્ડોનેશિયા, શ્રીલંકા, જાપાન અને ચીનમાં વિવિધ ભાષાઓમાં રિલીઝ કરવાની તૈયારીનો પ્રારંભ કરી દેવાયો છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષ (Film Adipurush Release Date) આ વર્ષે 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં પ્રભાસ ભગવાન 'રામ'ના રોલમાં, કૃતિ સેનન 'સીતા'ના રોલમાં, સની સિંહ 'લક્ષ્મણ'ના રોલમાં અને સૈફ અલી ખાન 'રાવણ'નું પાત્ર અદા કરશે.
આ પણ વાંચો: પંજાબની કૈટરીના કૈફે કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા ફેન્સએ કહ્યું... "બૉમ્બ ફોડ્યો સનાએ"
ફિલ્મ 'તન્હા જી' વર્ષ 2020ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
જણાવીએ કે, ઓમ રાઉતે આ પહેલા અજય દેવગન અને સૈફ અલી ખાન સાથે ફિલ્મ 'તન્હા જી' ડિરેક્ટ કરી છે અને આ ફિલ્મ 'તન્હા જી' વર્ષ 2020ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી છે.