ETV Bharat / sitara

Actor Salman Khanએ ફાર્મ હાઉસ પર બતાવ્યો નવો અંદાજ, જુઓ

author img

By

Published : Aug 19, 2021, 5:30 PM IST

બોલિવુડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન(Salman Khan) હંમેશા પોતાની સાદગી માટે જાણીતા છે. ત્યારે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ઘોડાને પત્તીઓ ખવડાવી રહ્યા છે. સલમાન ખાનના ફેન્સ પણ આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે.

Actor Salman Khanએ ફાર્મ હાઉસ પર બતાવ્યો નવો અંદાજ
Actor Salman Khanએ ફાર્મ હાઉસ પર બતાવ્યો નવો અંદાજ

  • અભિનેતા સલમાન ખાનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર થયો વાઈરલ
  • સલમાન ખાન ફાર્મ હાઉસમાં ઘોડાને પત્તીઓ ખવડાવતા જોવા મળ્યો
  • સલમાન ખાનના આ નવા અંદાજને ફેન્સે કર્યો પસંદ

અમદાવાદઃ બોલિવુડ અભિનેતા સલમાન ખાન(Salman Khan) હંમેશા પોતાના ફાર્મ હાઉસમાં આરામ કરતા જોવા મળે છે. તેઓ ફાર્મ હાઉસમાં અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. કેટલીક વખત સલમાન ખાન ફાર્મ હાઉસના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.

આ પણ વાંચો- Bollywood Actor Salman Khanએ કઈ રીતે કેટરીના કૈફને જન્મદિવસની શુભેચ્છા આપી? જુઓ

સલમાન ખાનના ફાર્મ હાઉસનો એક વીડિયો વાઈરલ

હાલમાં જ સલમાન ખાન(Salman Khan)ના ફાર્મ હાઉસનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન ખાન ઘોડાને પત્તીઓ ખવડાવી રહ્યા છે. આ સાથે જ તેઓ પોતે પણ આ પત્તીઓ ખાઈ રહ્યા છે.

સલમાનના ફેન્સે આપી પ્રતિક્રિયા

આ વીડિયોમાં સલમાન ખાન (Salman Khan)પોતાના ઘોડાને પત્તીઓ ખવડાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સલમાન ઘોડાને તો ખવડાવે જ છે, પરંતુ પોતે પણ પત્તીઓ ખાઈ રહ્યા છે. તો સલમાનના ફેન્સને તેમનો આ નવો અંદાજ ઘણો પસંદ પડી રહ્યો છે.

આ પણ વાંચો- સલમાન ખાને સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ સાથે કરી મુલાકાત

વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે

આ સાથે જ કેટલાક ફેન્સનું કહેવું છે કે, ભાઈ એટલે કે સલમાન ખાન છે તો બધું શક્ય છે. આ વીડિયો પર તેના ફેન્સ ઘણી કમેન્ટ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.