વોટ્સએપે મોકલેલા મેસેજ અંગે 2 સારા સમાચાર આપ્યા, ડિલીટ કરવા માટે વધુ સમય મળશે

author img

By

Published : Aug 9, 2022, 6:51 PM IST

Updated : Aug 11, 2022, 3:42 PM IST

WHATSAPPની નવી સુવિધા, યૂઝર્સ 2 દિવસમાં મેસેજ ડિલીટ કરશે

વેબસાઇટ દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશોટ દર્શાવે છે કે મેસેજિંગ પ્લેટફોર્મ એક નવો વિકલ્પ વિકસાવી રહ્યું છે. WhatsApp Google Play બીટા પ્રોગ્રામ દ્વારા એક નવું અપડેટ રજૂ કરી રહ્યું છે, જે વર્ઝનને 2.22.1.7.12 સુધી લાવી રહ્યું છે. વોટ્સએપ યુઝર્સ 2 દિવસમાં મેસેજ ડિલીટ કરી શકે છે.

સાન ફ્રાન્સિસ્કો: મેટા-માલિકીના (WhatsApp Meta) મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે પુષ્ટિ કરી છે કે તે હવે વપરાશકર્તાઓને સંદેશા મોકલ્યાના બે દિવસ સુધી ડિલીટ કરવાની મંજૂરી આપી રહ્યું છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (WhatsApp announced on Twitter) પર, વોટ્સએપે મોકલેલા સંદેશાને ડિલીટ કરવાના વિકલ્પમાં ફેરફારની જાહેરાત કરી છે. આ ઉપરાંત પ્લેટફોર્મ ટૂંક સમયમાં એક નવું ફીચર રિલીઝ કરશે જે ગ્રુપ એડમિન્સને દરેક માટે મેસેજ ડિલીટ કરવાની ક્ષમતા (WhatsApp users delete message in 2 days) આપશે.

આ પણ વાંચો : લિથિયમ-આયન બેટરીના ઉપયોગને લઈને થયો ચોકાવનારો ખૂલાસો, જાણો

યુઝર્સને મોટી રાહત : વ્હોટ્સેપ (WhatsApp) ટૂંક સમયમાં જ યુઝર્સને મોટી રાહત આપવા જઈ રહ્યું છે. જેનાથી યુઝર્સને ભૂલ સુધારવાની વધુ તક મળશે. મંચે ટ્વિટર પર લખ્યું, "તમારા સંદેશ પર પુનઃવિચાર કરી રહ્યાં છો ? તમારા સંદેશને મોકલ્યા પછી તમારી ચેટમાંથી કાઢી નાખવા માટે તમારી પાસે હવે બે દિવસથી વધુ સમય છે."હાલમાં જો તમે ભૂલથી મેસેજ મોકલી દીધો હોય તો તે મેસેજ ડિલીટ કરી શકાય છે. પરંતુ તેની એક શરત છે કે, યુઝર્સને મેસેજ મોકલ્યાના મર્યાદિત સમયગાળામાં વોટ્સેપ મેસેજ ડિલીટ(Message delete) કરવાનો વિકલ્પ મળે છે. વોટ્સેપે મેસેજ ડિલીટ કરવા માટે 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડનો સમય આપ્યો છે. આ પછી, વોટેસએપ મેસેજ ડિલીટ કરી શકાશે નહીં. જો કે, ટૂંક સમયમાં જ યુઝર્સને વોટસએપ તરફથી રાહત મળવા જઈ રહી છે. કારણ કે મેટા આ સમયગાળો વધારીને 2 દિવસ કરવા જઈ રહી છે. હવે પછી બે દિવસ પહેલા કોઈ મેસેજ મોકલ્યો હોય તો તેને ડિલીટ કરી શકાશે.

આ પણ વાંચો : લો બોલો, પોલીસે મોબાઈલ એપની મદદથી ચોરાયેલુ બૂલેટ શોધી કાઢ્યુ

વોટ્સએપ ફીચરઃ ખોટા મેસેજથી બચવા માટે વોટ્સએપ ગ્રુપ એડમિનિસ્ટ્રેટર (WhatsApp group admin can delete messages) ને નવા અપડેટમાં આ સુવિધા મળશે.

કોઈપણ પ્રકારની ભૂલો સુધારી શકે છે : વેબસાઈટ દ્વારા શેર કરવામાં આવેલ છે કે, વોટ્સએપ ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ (WhatsApp Google Play beta program) ના માધ્યમથી એક નવું અપડેટ ચાલુ કરી રહ્યું છે, જે વર્જનને 2.22.1.7.12 સુધી લાવી રહ્યું છે. વોટ્સએપ યુઝર્સ 2 દિવસમાં મેસેજ ડિલીટ (WhatsApp users delete message in 2 days) કરશે. તાજેતરમાં, વેબસાઈટ દ્વારા શેર કરાયેલ એક સ્ક્રીનશૉટથી જાણવા મળ્યું છે કે મેસેજિંગ પ્લેટફોર્મ એક નવો વિકલ્પ વિકસાવી રહ્યું છે, જેથી વપરાશકર્તાઓ સંદેશ મોકલ્યા પછી કોઈપણ પ્રકારની ભૂલો સુધારી શકે છે.

Last Updated :Aug 11, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.