ETV Bharat / science-and-technology

શું કપડાથી પણ થઈ શકશે ફોન અને સ્માર્ટવોચ ચાર્જ ?

author img

By

Published : Jun 8, 2022, 1:28 PM IST

હવે તમારા કપડાથી થઈ શકશે ફોન અને સ્માર્ટવોચ ચાર્જ
હવે તમારા કપડાથી થઈ શકશે ફોન અને સ્માર્ટવોચ ચાર્જ

સિંગાપોરની નાન્યાંગ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સંશોધકોએ એવા કાપડ બનાવ્યા છે જે વીજળી ઉત્પન્ન કરી શકે છે. આ કાપડથી (Electricity Generated By Clothes) બનાવવામાં આવેલા કપડા પહેર્યા પછી ચાલવાથી કે દોડવાથી વીજળી ઉત્પન્ન થશે.

હૈદરાબાદ: જો તમને તમારા શરીરમાંથી મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે પૂરતી વીજળી મળે તો કેવું લાગશે, કલ્પના કરો કે, તમે જે કપડાં પહેરો છો અને આખો દિવસ કામ કરો છો, તે LED બલ્બને પ્રકાશિત કરવા માટે પૂરતી વીજળી બનાવે છે. શું આ એક અદ્ભુત વિચાર નથી? એવું પણ બની શકે કે, તમારા કપડા વીજળી ઉત્પન્ન કરવા લાગે. જી હા, હાલમાં તેનો ઉપયોગ સિંગાપોરની નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (NTU Innovating Electricity )માં થઈ રહ્યો છે. પ્રાથમિક તબક્કામાં વૈજ્ઞાનિકોએ (scientists Innovating Electricity Gadgets) એક ખાસ ફેબ્રિક વિકસાવ્યું છે, જે હલનચલન વખતે તમારા શરીરમાં ઉત્પન્ન થતી ઊર્જાને વીજળીમાં બદલી શકે છે. પ્રયોગો બાદ ટૂંક સમયમાં લોકોને આ લાભ મળવા લાગશે.

આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સારા સમાચાર: 90 સેકન્ડની રીલ્સ કરી શકાશે રેકોર્ડ

આ કપડાથી કોઈ વિપરીત અસર ? : શરીરના હલનચલનથી વીજળી ઉત્પન્ન કરતા સ્માર્ટ કપડાં બનાવવા માટે વર્ષોથી પ્રયોગો ચાલી રહ્યા છે. કેટલાક સંશોધકોએ વણેલા કાપડ પણ વિકસાવ્યા છે, જે રોજિંદા પ્રવૃત્તિઓ દ્વારા નાના ઇલેક્ટ્રોનિક્સને પાવર કરી શકે છે. જો કે, આ કપડાંની સૌથી મોટી સમસ્યા એ છે કે, ધોયા પછી તેની ક્ષમતા ઘટી જાય છે. આ પડકારને પહોંચી વળવા માટે, સિંગાપોરમાં નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના (NTU) સંશોધકોએ કાર્યક્ષમ વીજળી ઉત્પન્ન કરતા કાપડ વિકસાવ્યા છે. વિજ્ઞાનીઓએ સ્ક્રીન-પ્રિંટિંગ પદ્ધતિ દ્વારા સિલ્વર નેનોવાયર્સની સાથે સ્ટાયરીન-ઇથિલિન-બ્યુટિલિન-સ્ટાયરીન (SEBS) નો ઉપયોગ કરીને લવચીક ઇલેક્ટ્રોડ (Flexible electrodes) બનાવ્યું છે. આ કાપડ પોલીવિનાલીડીન ફ્લોરાઈડ અને હેક્સાફ્લોરોપ્રોપીલીનથી (PVDF-HPFF) બનેલા છે, જે કાચ વગરના પેરોવસ્કાઈટ્સ સાથે જોડાયેલા હતા. PVDF-HPF સાથે પાવર જનરેટ કરવાની કાર્યક્ષમતામાં ઘણો સુધારો થયો છે. સંશોધકો કાપડના ચોરસ મીટર દીઠ સરેરાશ 2.34 વોટ વીજળી ઉત્પન્ન કરવામાં સફળ થયા છે. આટલી શક્તિ LED બલ્બ અને કોમર્શિયલ કેપેસિટરને પાવર આપવા માટે પૂરતી છે. જોકે, આ ખાસ કપડાથી શરીરની હલનચલન પર કોઈ વિપરીત અસર થતી નથી.

આ પણ વાંચો: GOOGLE: એન્ડ્રોઇડ મેસેજિંગ ઍક્સેસિબિલિટી ફીચર્સ માટે લાવે છે નવા અપડેટ્સ

સેલ ફોન અને સ્માર્ટવોચ થશે ચાર્જ: આ ફેબ્રિક શરીરના હલનચલનથી થતા સ્પંદનોમાંથી વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે ડ્રેસને દબાવવામાં આવે છે અથવા જ્યારે ચામડા અથવા રબરના મોજા જેવી અન્ય સામગ્રીઓ વડે કાપડને ઘસવામાં આવે છે, ત્યારે આ વીજળી ઉત્પન્ન થાય છે. આ ફેબ્રિકનો ઉપયોગ ભવિષ્યમાં સ્માર્ટ કપડાં (Smart clothes) બનાવવા માટે થઈ શકે છે. ફેબ્રિક દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ પહેરી શકાય તેવા ઉપકરણો જેમ કે, સેલ ફોન અને સ્માર્ટવોચને (electric Smartwatch) ચાર્જ કરવા માટે થઈ શકે છે. આપણે પરંપરાગત પાવર સ્ત્રોતો (Power sources) પર વધુ પડતી નિર્ભરતાને ટાળી શકીએ છીએ. આવા કપડામાંથી રોજબરોજના ડ્રેસ બનાવી શકાય છે, જે જરૂર પડ્યે મોબાઈલ વગેરે ચાર્જ કરી શકે છે. આ ફેબ્રિક વોટરપ્રૂફ (Waterproof fabric) હોવાથી, ધોવાથી તેની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતાને અસર થતી નથી. ફાઇબરથી બનેલું આ ફેબ્રિક લવચીક અને ટકાઉ છે. આ સ્માર્ટ કપડાં ધોઈ, સૂકવી અને ફોલ્ડ કરી શકાય છે. આ કપડા ઘસાઈ ગયા પછી પણ તેમની ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા 5 મહિના સુધી જાળવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.