ETV Bharat / science-and-technology

iPhone 13 -14ના ભાવ ઘટ્યા, સ્ટોક પૂરો થઈ જતા હવે બંધ થવાના આરે?

author img

By

Published : Apr 17, 2023, 11:59 AM IST

શું iPhone 13 અને 14 થશે બંધ! Appleએ સ્ટોક સમાપ્ત કરતા અચાનક કિંમતમાં થયો ઘટાડો
શું iPhone 13 અને 14 થશે બંધ! Appleએ સ્ટોક સમાપ્ત કરતા અચાનક કિંમતમાં થયો ઘટાડો

Appleએ તેના જૂના iPhone મોડલની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સાથે ગ્રાહકો iPhone 13 અને iPhone 14 મોડલ સસ્તામાં ખરીદી શકશે. આ વર્ષે iPhone 15 સીરિઝના લોન્ચિંગ પછી ઘણા જૂના સ્માર્ટફોન બંધ થઈ શકે છે.

નવી દિલ્હી: જો તમે સસ્તામાં આઇફોન ખરીદવા માંગો છો, તો હવે શ્રેષ્ઠ સમય છે. કારણ કે, iPhone 13 સ્માર્ટફોન સહિત અન્ય ઘણા મોડલ આવનારા દિવસોમાં બંધ થઈ શકે છે. વાસ્તવમાં Apple માત્ર ત્રણ વર્ષ જૂના સ્માર્ટફોનને વેચાણ માટે ઉપલબ્ધ કરાવે છે. આવી સ્થિતિમાં આ વર્ષે iPhone 15 સીરિઝના લોન્ચિંગ પછી ઘણા જૂના સ્માર્ટફોન બંધ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Musk creates AI company called X : એલોન મસ્કે માઇક્રોસોફ્ટના ઓપનએઆઇને ટક્કર આપવા માટે નવી કંપની બનાવી

iPhone 13 ખરીદવાની શ્રેષ્ઠ તકઃ Appleનો આગામી સ્માર્ટફોન iPhone 15 આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થશે. આ પછી iPhone 14ની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. તેમજ iPhone 12 અને iPhone 13ના કેટલાક મોડલ બંધ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, તમે અત્યારે સૌથી ઓછી કિંમતે iPhone 13 ખરીદી શકો છો. એક્સચેન્જ ઑફર પછી અત્યારે, iPhone 13 ફ્લિપકાર્ટ પરથી 31,000 રૂપિયામાં ખરીદી શકાય છે.

ક્યા iPhone મોડલ બંધ કરાશેઃ Tom's Guideના રિપોર્ટ અનુસાર, iPhone 15 સિરીઝના લોન્ચ થયા બાદ iPhone 12, iPhone 14 Pro, iPhone 14 Pro Max અને iPhone 13 Mini બંધ થઈ જશે. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, Apple iPhone 12ને બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Ballistic Missile Fires: ઉત્તર કોરિયાએ જાપાન તરફ બેલેસ્ટિક મિસાઈલ છોડી, જાપાને જાહેર કરી ચેતવણી

આગામી iPhone 15 સિરીઝઃ જો આપણે આવનારી સ્માર્ટફોન સીરિઝ Apple iPhone 15 વિશે વાત કરીએ તો આ વર્ષે iPhone 15 સીરિઝના ચાર મોડલ લોન્ચ થઈ શકે છે. તેનું બેઝ મોડલ iPhone 15 હશે. આ સિવાય iPhone 15 Plus અને iPhone 15 Pro બે અન્ય મોડલ હશે. જ્યારે iPhone 15 Pro મેક્સ સિરીઝનું ટોપ મોડલ હશે. Apple iPhone 15 સિરીઝના તમામ મોડલમાં A16 બાયોનિક ચિપસેટને સપોર્ટ કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.