ETV Bharat / international

તવાંગમાં ચાલી રહેલા તણાવમાં USAએ કહ્યું બન્ને દેશ શાંતિ રાખી રહ્યા છે

author img

By

Published : Dec 14, 2022, 9:28 AM IST

તવાંગમાં ચાલી રહેલા તણાવમાં USAએ કહ્યું બન્ને દેશ શાંતિ રાખી રહ્યા છે
તવાંગમાં ચાલી રહેલા તણાવમાં USAએ કહ્યું બન્ને દેશ શાંતિ રાખી રહ્યા છે

છેલ્લા ત્રણ દિવસથી તવાંગ (Tawang conflict) મામલે બે દેશ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ સંસદ સુધી પહોંચી હતી. આ ડખાઓ વચ્ચે દુનિયાભરના રાષ્ટ્રની નજર હાલ ભારત અને ચીન પર ટકી છે. તણાવના આ માહોલમાં અમેરિકાની પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકા આ સમગ્ર કેસ પર ઝીણવટ ભરી નજર રાખી રહ્યો છે. વ્હાઈટ હાઉસના (India-China Tawang Clash) સચીવે આ મામલે બન્ને દેશને શાંતિ રાખવા માટેની અપીલ કરી દીધી છે. જોકે, ચીનનું નિવેદન સામે આવ્યા બાદ અને ચીનની હરકત જોતા આવનારા સમયમાં ચીન કોઈ મોટા પ્લાનમાં હોય એવા એંધાણ હાલ વર્તાય રહ્યા છે.

વોશિંગટન-અમેરિકાઃ અમેરિકાના વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ મામલે મોટી પ્રતિક્રિયા આપી દીધી છે. તેમણે કહ્યું કે અમેરિકા આ પરિસ્થિતિ પર નજીકથી (Tawang conflict) નજર રાખી રહ્યું છે. વિવાદિત સરહદો પર ચર્ચા કરવા માટે બંને પક્ષોને હાલની (India-China Tawang Clash) દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરે. જોકે, આ મામલે રક્ષા પ્રધાન રાજનાથસિંહે (Defence Minister Rajnath Singh Lok Sabha) જણાવ્યું હતું કે, સરહદ પર કોઈ જવાન ચીન સાથેની અથડામણમાં શહીદ થયો નથી. ચીનના કબજામાં એક ઈંચ પણ જમીન નથી. ભારતીય જવાનોએ 17000 ફૂટની ઊંચાઈ પર ચીનના સૈનિકોને દોડાવી દોડાવીને ભગાડી દીધા હતા.

મોટી પીઠેહટઃ વ્હાઇટ હાઉસે કહ્યું છે કે બાઈડન વહીવટીતંત્ર ખુશ છે કે, અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં અથડામણ બાદ ભારત અને ચીન બંનેએ પીછેહઠ કરી છે. મંગળવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે જણાવ્યું હતું કે બન્ને પક્ષોને વિવાદિત સરહદો પર ચર્ચા કરવા માટે હાલની દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવો જોઈએ. અમને ખુશી છે કે બંને પક્ષો શાંતિ જાળવી રહ્યા છે. સામસામે અથડામણના ચિત્ર સામે આવ્યા બાદ બન્ને દેશે તણાવ ઓછો કરવા માટેના પ્રયાસ કરવા જોઈએ. પ્રવક્તા સ્ટીફન ગુટેરેસે કહ્યું હતું કે, બન્ને દેશના વિસ્તારોમાં કોઈ તણાવ ન વધે એવા પગલાં ભરો.

રાજનાથસિંહનું નિવેદનઃ બન્ને દેશના સૈન્યના જૂથ વચ્ચે કોઈ મોટી અથડામણ થઈ નથી. જે ઝપાઝપી થઈ છે એમાં સામાન્ય ઈજા થઈ છે. ભારતીય સૈનિકોએ ચીને કરેલી ખોટી ઘુસણખોરીનો જડબાતોડ જવાબ આપ્યો છે. રવિવારે બન્ને દેશના સૈન્ય કમાંડરે ખાસ મુલાકાત કરી હતી. રાજકીય દ્રષ્ટિકોણથી પણ આ મુદ્દાને ચીન સામે રજૂ કરાયો છે. જોકે, હકીકત એવી પણ છે કે, એક મહિના પહેલા જ વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ સાથે હાથ મિલાવ્યા હતા. પણ ચીન એક મહિનામાં પોતાના અસલી રંગમાં આવી ગયું. ભારતીય સૈનિકોએ ઘુસણખોરીની યોજના નિષ્ફળ બનાવી એમાં વાદળછાયા વાતાવરણ અને હિમવર્ષાનો લાભ મળ્યો હતો. સતત એલર્ટ મોડ પર રહેલા ભારતીય જવાનોએ 300થી 400 ચીનના સૈનિકોને દોડાવીને પાછા ધકેલી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.