ETV Bharat / international

Bangladesh Clash : બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચેની અથડામણમાં 200 લોકો થયા ઈજાગ્રસ્ત

author img

By

Published : Mar 12, 2023, 7:08 PM IST

બાંગ્લાદેશમાં રાજાશાહી શહેરના બિનોદપુર ગેટ વિસ્તારમાં રાજાશાહી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં ઓછામાં ઓછા 200 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Bangladesh Clash : બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચેની અથડામણમાં 200 લોકો થયા છે ઈજાગ્રસ્ત
Bangladesh Clash : બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચેની અથડામણમાં 200 લોકો થયા છે ઈજાગ્રસ્ત

બાંગ્લાદેશ : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાજશાહી શહેરના બિનોદપુર ગેટ વિસ્તારમાં રાજશાહી યુનિવર્સિટી (RU)ના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 200 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અથડામણ દરમિયાન પોલીસ બોક્સ સહિત ઓછામાં ઓછી 25 થી 30 દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રવિવાર અને સોમવારની પરીક્ષાઓ અને યુનિવર્સિટીના વર્ગો પણ મુલતવી રાખવામાં આવ્યા છે.

બસ કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી : યુનિવર્સિટીના વિદ્યાર્થીની બસમાં બેસવાની વ્યવસ્થાને લઈને સાંજે 6 વાગ્યે બસ કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટનો વિદ્યાર્થી આકાશ શનિવારે સાંજે બોગુરાથી બસ દ્વારા રાજશાહી આવ્યો હતો. બસમાં બેસવા બાબતે બસના ડ્રાઈવર અને સુપરવાઈઝર સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન યુનિવર્સિટીના બિનોદપુર ગેટ વિસ્તારમાં બસ આસિસ્ટન્ટ અને આકાશ વચ્ચે ફરી ઝઘડો થયો હતો. બાંગ્લાદેશમાં રાજાશાહી શહેરના બિનોદપુર ગેટ વિસ્તારમાં રાજાશાહી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં ઓછામાં ઓછા 200 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો : Facebook parent : ફેસબુક પેરન્ટ મેટા નવી છટણીની યોજના ધરાવે છે : રિપોર્ટ

વેપારીઓએ વિદ્યાર્થીઓની અનેક મોટરસાયકલોને નુકસાન પહોંચાડ્યું : આ દરમિયાન એક સ્થાનિક વેપારી પણ મારામારીમાં સામેલ થયો હતો. માહિતી મળતાં જ યુનિવર્સિટીના વિવિધ હોલમાંથી બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બસ સ્ટાફ અને સ્થાનિક લોકો સાથે ઘર્ષણ કર્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તે સમયે વિદ્યાર્થીઓ અને વેપારીઓએ એકબીજા પર ઇંટોના ટુકડાઓ ફેંકવાનું શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓએ તોડફોડ કરી અને અનેક દુકાનોને આગ ચાંપી દીધી, જ્યારે વેપારીઓએ વિદ્યાર્થીઓની અનેક મોટરસાયકલોને નુકસાન પહોંચાડ્યું. આરયુ પ્રોક્ટર પ્રોફેસર અશબુલ હકે કહ્યું કે તેઓ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : US regulators shut down Silicon Valley Bank: યુએસ રેગ્યુલેટર્સે સિલિકોન વેલી બેંકને બંધ કરી દીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.